Friday, January 27, 2023
HomeBreaking newsબરવાળા દીવાની અને ફોજદારી કોર્ટમાં બાર એસોસીએશન

બરવાળા દીવાની અને ફોજદારી કોર્ટમાં બાર એસોસીએશન

બરવાળા દીવાની અને ફોજદારી કોર્ટમાં બાર એસોસીએશનની 10મી વખત ચૂંટણી યોજાઈ, સતત 10મી વખત ચૂંટણી થઈ બિનહરીફ સર્વાનુમતે સતત 10મી વખત પ્રમુખપદે કમલેશભાઈ રાઠોડની કરાઈ વરણી, નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર કરાયા, હોદ્દેદારોએ બાર એસોસીએશનના તમામ વકીલોનો માન્યો આભાર.

બોટાદ જિલ્લાના બરવાળા ખાતે આવેલ દીવાની અને ફોજદારી કોર્ટ ખાતે દરવર્ષે ડિસેમ્બર મહિનાના બીજા શુક્રવારે યોજાનારી બાર એસોસીએશનની ચૂંટણી અંતર્ગત બરવાળા બાર એસોસીએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં તમામ બાર એસોસીએશનના સભ્ય વકીલો હાજર રહ્યા હતા અને આ 10મી વખત ચૂંટણી યોજાઈ રહી હતી જેમાં ગત 9 ટર્મની જેમ 10મી ટર્મમાં પણ ચૂંટણી સર્વાનુમતે બિનહરીફ થઇ હતી અને સતત બિનહરીફ પ્રમુખ તરીકે કમલેશભાઈ રાઠોડ તેમજ ઉપપ્રમુખ કિરીટસિંહ રાઠોડ અને સેક્રેટરી પદે અશોકભાઈ ચાવડા અને ખજાનચી પદે પ્રવિણભાઈ સતાણીની સહિતના બાર એસોસીએશનના અલગ અલગ હોદ્દાઓ પર સર્વાનુમતે વરણી કરાઈ હતી, સતત 10 ટર્મથી એડવોકેટ કમલેશભાઈ રાઠોડ બરવાળા બાર એસોસીએશનના પ્રમુખ પદે સર્વાનુમતે બિનહરીફ ચૂંટાઈ આવી રહ્યા છે, tyar નમસ્તે આજે 10મી વખત બરવાળા બાર એસોસીએશનના પ્રમુખ પદે ચૂંટાઈ આવતા સૌ બાર એસોસીએશનના વકીલો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર કરવામાં આવ્યા હતા અને નવનિયુક્ત હોદ્દેદારોએ સૌ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments