ભાવનગર રેલવે ડિવિઝન ખાતે પેન્શન અદાલતનું સફળ આયોજન
શ્રી જીતેશ અગ્રવાલ (મંડલ કાર્મિક અધિકારી) ની અધ્યક્ષતામાં 15 ડિસેમ્બર, 2022 (ગુરુવાર) ના રોજ ભાવનગર રેલવે મંડલ માં “પેન્શન અદાલત” નું આયોજન કરવામાં આવ્યું હતું. મંડલ પર સેવાનિવૃત્ત કર્મચારીઓની પેન્શન સંબંધિત સમસ્યાઓ જેવા કે પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO), ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ, ગ્રુપ ઈન્સ્યોરન્સ વગેરેના 79 કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે ભાવનગર બ્રોડગેજ વર્કશોપમાંથી 7 કેસનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
આ પેન્શન અદાલતને સફળ બનાવવામાં કર્મચારી વિભાગ, નાણાં વિભાગ, નિપટારા શાખા અને કલ્યાણ નિરીક્ષકોની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમના પ્રયત્નોથી તમામ કેસોનો ઝડપથી નિકાલ કરવામાં આવ્યો હતો. “ઓલ ઈન્ડિયા રેલ્વે પેન્શનર્સ એસોસિએશન” એ રેલવેની પ્રશંસા કરી છે અને સંતોષ વ્યક્ત કર્યો છે અને મહત્તમ કેસોના ઝડપી નિરાકરણ અને પેન્શન અદાલતની તલસ્પર્ધિ અને ઝડપી કાર્યવાહી માટે વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.
આ પેન્શન અદાલતમાં શ્રી જીતેશ અગ્રવાલ, મંડલ કાર્મિક અધિકારી સાથે શ્રી વિમલ ડી. શર્મા (સહાયક મંડલ વિત્ત પ્રબંધક), શ્રી રામ સિંહ (સહાયક કાર્મિક અધિકારી) અને શ્રી સુરેશ મકવાણા (સહાયક કાર્મિક અધિકારી, વર્કશોપ) હાજર રહ્યા હતા.
માશૂક અહમદ
વરિ. મંડલ વાણિજ્ય પ્રબંધક
ભાવનગર પરા