બોટાદ ની નંદિની અલગોતર સૌરાષ્ર્ટ સ્ટેટ અન્ડર ૧૫ વુમન ક્રિકેટ ટિમ માં પસંદગી પામી
બોટાદ સમરસ ક્રિકેટ એકેડેમી ખાતે કિરણ સોલંકી ના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરતી અને ધોરણ ૧૦ માં મોડેલ સ્કુલ બોટાદ માં અભ્યાસ કરતી નંદીની અલગોતર ની સૌરાષ્ર્ટ સ્ટેટ વુમન ક્રિકેટ અન્ડર ૧૫ માં સિલેક્ટ થનારી બોટાદ ની પ્રથમ મહિલા બની. આગામી ૨૬ તારીખ ના રોજ બીસીસીઆઈ દ્દારા યોજાનાર અને મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેર ના યજમાન પદે રમાનાર ઓલઇન્ડીયા અન્ડર ૧૫ વુમન લિગ ક્રિકેટ ટુર્નામેન્ટ માં સૌરાષ્ર્ટ ટિમ વતી પાંચ વનડે મેચ રમવા જશે. નદિની આ સિધ્ધિ થી પ્રભાવિત થઈ કિરણ સોલંકી એ જણાવેલ કે બોટાદ ક્રિકેટ એસોસીએશન તેમજ પુર્વ ક્રિકેટરો એકેડેમી ના દાતા શ્રી ઓ વાલીશ્રીઓ અને મહિલા કોલેજ ના સ્પોટ્સ સર રેખાબા પરમાર, બોટાદકર કોલેજ ના પ્રિન્સિપાલ શ્રી મકવાણા સર તેમજ ભરત સર ના સહયોગ થી ફ્રિ વૂમન ક્રિકેટ કેમ્પના સહયોગી શ્રીઓ નો આભાર માનવામાં આવ્યો હતો.!