બોટાદ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ન.પ્રા. શાળા નં-૨૪ તથા સરકારી માધ્યમિક શાળા હડદડ નું ગૌરવ
શિક્ષક નસરૂદ્દીનભાઈ નૂરાની તથા નિર્મલકુમાર શાહ ને રાષ્ટ્રીય ગૌરવ પ્રદાન કરાયું
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા – ઊંઝા ખાતે ટીમ મંથન ગુજરાત-ભારત દ્વારા શૈક્ષણિક મહાકુંભ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યો ના ૧૭૫ ઇનોવેટિવ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકો ના શિક્ષણ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ તથા પ્રશંસનીય કામગીરીના સન્માનાર્થે શાળા નં-૨૪ ના પ્રતિભા શાળી શિક્ષક નસરૂદ્દીનભાઈ એન. નૂરાની તથા નિર્મલકુમાર તેજસકુમાર શાહ આ બંનેની ઇનો વેટીવ પ્રવૃત્તિ ઓ તથા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામ ગીરી બદલ રાષ્ટ્રીય ગૌરવ શિક્ષક સન્માન આપી સન્માનિત કરવામાં આવતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળા પરિવાર તથા શિક્ષણ સમિતિ ગૌરવ ની લાગણી અનુભવી હતી .