ઈમાનદારી નું ઉમદા ઉદાહરણ પૂરું પાડતા એસટી વિભાગના મહિલા કંડકટર
અમરેલી થી કૃષ્ણનગર જતી બસ મા બોટાદ થી એક મહિલા મુસાફર બેઠા હતા પરંતુ બહુજ ગિરદી હોવાથી આગળ ઉતરી ગયા હતા. એ દરમ્યાન એ મહિલા મુસાફર ની સોના ની કાન માં પહેરવા ની કડી ( Gold ring ) ફરજ પરના કંડકટર શ્રીમતી તનુમતી બહેન ને મળી હતી. એમણે કિંમતી સોના ની કડી બાબતે આખી બસ ના મુસાફર ને પુછ્યુ પરંતુ બસ મા બેઠેલા કોઈ મહિલા મુસાફર ની નથી એ પાક્કુ થતાં કંડકટર શ્રીમતિ તનુમતી બહેન એ કડી કૃષ્ણનગર બસ સ્ટેન્ડ ના ફરજ પરના ટ્રાફિક કન્ટ્રોલર સાહેબ શ્રી હસમુખ ભાઈ રાઠોડ ને કહ્યું હતું કે આજે બસ માંથી એક સોનાની કાન માં પહેરવા ની કડી મળી છે જો કોઈ શોધતું આવે તો મારો સંપર્ક કરજો. જે મહિલા મુસાફર બોટાદ ગિરદી ના હિસાબે ઉતરી ગયા હતા એ કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પર કડી ની ફરિયાદ કરવા આવતા ફરજ પરના ટ્રાફિક કન્ટ્રોલર દ્વારા સાંત્વના આપી હતી કે તમારી સોના ની કડી સહી સલામત છે અને અમરેલી કૃષ્ણનગર ના મહિલા કંડકટર શ્રીમતિ તનુમતી બહેન ને મળી છે અને શ્રીમતિ તનુમતી બહેન ને ફોન દ્વારા જાણ કરી અને તેઓ કૃષ્ણનગર ટ્રાફિક કન્ટ્રોલર ની હાજરી માં એ મહિલા મુસાફર ને સોના ની કાન માં પહેરવા ની કડી પરત કરી ઈમાનદારી નું ઉમદા ઉદાહરણ પુરુ પાડેલ હતું
રિપોર્ટર : અજય સોલંકી બરવાળા બ્યુરો ચીફ