વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અર્થે
શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ ખાતે ચિત્ર અને સુલેખન સ્પર્ધા યોજાઈ
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા – શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશનએન્ડચેરીટેબલ ટ્રસ્ટ સંચા લિત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ (બોટાદ) માં ધો-૫ થી ૯ ના વિદ્યાર્થીના સર્વાગી વિકાસ અર્થે શાળામાં ચિત્ર સ્પર્ધા અને સુલેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પાયાનું શિક્ષણ મજબૂત બનાવવા માટે સુંદર લેખન, સારા અક્ષરે લખવું, હાથની કેળવણી માટે સુંદર ચિત્ર દોરવું, શાળામાં શિક્ષણ નો હેતુ અને વિદ્યાર્થીઓની કેળવણી મજબૂત થાય તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા વિદ્યાર્થી ઓને પ્રોત્સાહન મળી રહે એ માટે શાળાના પ્રમુખ વિનોદભાઈ કાલ સરિયા, મંત્રી વિજયભાઈ ઘાઘરેટીયા અને શાળા ના આચાર્ય અરવિંદભાઈ બાવળીયાએ પ્રોત્સા હિત ઇનામો આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.