સહિયારો પ્રયાસ
ચકલીની દર્દ ભરી અપીલ
મને ઘર આપો
ચકલીને ઝાડ પર માળો કરતા કુદરતે શીખવેલ નથી. અગાઉ આપણે ત્યાં ગોખલા, ત્રાંસી છબીઓ અને દેશી નળીયા વાળા મકાનને લીધે ચકલી ને માળો કરવાની પુષ્કળ જગ્યા મળતી. કાળક્રમે આ બધું લુપ્ત થયું તેથી ચકલી ને પૂંઠાના ઘર આપવા ખૂબ જરૂરી છે. હા માળા ઝાડ પર લગાવવાના નથી પણ રવેશની નીચે રાખવા જોઈએ.
બોટાદ જિલ્લાના આઈ શ્રી આવડ ખોડલ જન્મભૂમિ ધામ રોહીશાળા ખાતે યુવાનો સેવાની અવિરત પ્રવૃત્તિઓ કરતા હોય છે. વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, જળ બચાવો વગેરે જેવા સેવાકીય કાર્યો કરીને ગામનું નામ રોશન કરતા હોય છે. આવું જ એક સેવાકીય પ્રવૃત્તિ રોહીશાળા નિવાસી હાલ સુરત એ 700 જેટલા માળાઓ સુરતથી રોહીશાળા મોકલાવેલ છે. આ માળા ફ્રી માં વિતરણ કરવામાં આવશે. રોહીશાળામાં ગ્રામ પંચાયતની થોડે આગળ ચિરાગભાઈ ભુપતભાઈ ચાવડા ની દુકાને થી માળા નું ફ્રી માં વિતરણ કરવામાં આવશે. જે કોઈને ચકલીના માળા જોઈએ તેઓ ચિરાગ ચાવડા ની દુકાનેથી માળા લઈ શકે છે.
તેમજ રોહીશાળા ખાતે ચિરાગભાઈ ભુપતભાઈ ચાવડા M-9924615686
રાહુલ ભુપતભાઈ ચાવડા M-7046461014
નો સંપર્ક કરી માળા લઈ ચકલી માટે પુણ્ય કાર્ય કરી શકાય છે.