ગઢડા શહેરમાં મેમન સમૂહ શાદી કમિટી અને વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન આયોજિત ૧૪મો સમૂહ શાદી સમારોહ યોજાયો
કુલ ૧૫ દુલ્હા-દુલ્હન શાદીના બંધને બંધાયા
વર્ષ ૨૦૦૫ થી આ સમૂહ શાદીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે : હાજી ઈરફાનભાઈ ખીમાણી, કન્વીનર
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મેમણ કોલોની ખાતે મેમન સમૂહ શાદી કમિટી-ગઢડા અને વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન આયોજિત ૧૪મો સમૂહ શાદી સમારોહ યોજવામાં આવ્યો હતો. ગઢડા મેમન જમાઅત પરિવાર દ્વારા વર્ષ ૨૦૦૫ થી દર વર્ષે સમાજ ના અગ્રણી વડીલ મુરબ્બી હાજી મજીદભાઈ ખીમાણીની રાહબરી હેઠળ સમૂહ શાદીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. કમિટી દ્વારા આ સમૂહ શાદીમાં દુલ્હનને સારી અને મોઘી વસ્તુઓનો કરિયાવર પણ આપવામાં આવે છે જેમાં મેમન સમૂહ શાદી કમિટી ગઢડા અને વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન દ્વારા આ સમૂહ શાદીનું સુંદર આયોજન કરવામાં આવે છે. આ સમૂહ શાદીમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી દુલ્હા-દુલ્હન શાદીના બંધનમાં બંધાવવા માટે આવે છે. ધાર્મિક રીત રિવાજ પ્રમાણે તમામ શાદીની રસમો પૂરી કરવામાં આવી હતી.જેમાં નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે સમાજના આગેવાનો, હોદ્દેદારો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ મેમન સમૂહ શાદીના સફળ આયોજનમાં સમાજના અગ્રણી વડીલ મુરબ્બી હાજી મજીદભાઈ ખીમાણીની રાહબરી હેઠળ કમિટીના હાજી ઇરફાનભાઇ ખીમાણી કન્વીનર, હાજી અશરફભાઈ લાખાણી સહ કન્વીનર, ઇન્દ્રિશભાઈ મુસાણી ડિરેક્ટર, અફઝલભાઇ ખીમાણી ડિરેક્ટર, નજીરભાઈ લોયા ડિરેક્ટર અને સલીમભાઈ આરબિયાણી ડિરેક્ટર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી.
અજય સોલંકી બરવાળા