પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રમાં તા. 15 ડિસેમ્બર 2022 થી 15 જાન્યુઆરી 2023 દરમ્યાન અમદાવાદ ખાતે ઉજવાનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો લાભ લાખો ભક્તો-ભાવિકો નિર્ધારિત દિવસે પ્રત્યક્ષ પ્રાપ્ત કરશે. અન્ય દિવસોમાં પણ તેઓ અને દેશ વિદેશમાં અન્ય અસંખ્ય ભક્તો-ભાવિકો ઘરે બેઠાં મહોત્સવનો લાભ પ્રાપ્ત કરી શકે તે માટે ‘A.P.Star’ ન્યૂઝ ચેનલ દ્વારા નીચેના સમયે વિવિધ રીતે મહોત્સવના સમાચારો નિયમિત પ્રસારિત કરવામાં આવશે, તો સૌએ તેનો અવશ્ય લાભ લેવો.
ભવ્ય ઉદ્ઘાટન સમારોહ:
તારીખ 14 ડિસેમ્બર 2022, સાંજે 4:45 થી 8:00
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે
સ્વામીશ્રીની પ્રાતઃપૂજા:
તા. 15-12-2022 થી તા. 15-1-2023
દરરોજ સવારે 6:15 થી 7:30
મહોત્સવની નિત્ય ઝલક:
રોજ રાત્રે 9:00 થી 9:45 ગુજરાતી – હિન્દીમાં
રોજ રાત્રે 9:45 થી 10:30 અંગ્રેજીમાં
મહોત્સવનો શાનદાર પૂર્ણાહુતિ સમારોહ:
તારીખ 15 જાન્યુઆરી 2023 સાંજે 4:45 થી 8:00