Tuesday, October 3, 2023
HomeBreaking newsકારમી હાર બાદ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું રાજીનામું, શું આ રીતે હારનો...

કારમી હાર બાદ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું રાજીનામું, શું આ રીતે હારનો સામનો કરશે કોંગ્રેસ કે પછી ટક્કર આપશે

ગુજરાતમાં કોંગ્રેસને અત્યાર સુધી ના મળી હોય તેવી કારમી હાર મળી છે ત્યારે દોશનો ટોપલો તેમના પર આવે એ પહેલા જ કોંગ્રેસ પ્રભારીએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસને રીઝલ્ટ જાહેર થતા 20 કરતા પણ ઓછી સીટો મળી રહી છે. ત્યારે 120 સીટોનું લક્ષ્યાંક કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ રાખ્યું હતું ત્યારે રઘુ શર્માએ કારમી હાર બાદ આજે રાજીનામું આપી દીધું છે. સવાલો ઉભા થાય અને હારના પરીણામનું કારણ પૂછવામાં આવે એ પહેલા જ રઘુ શર્માએટ રાજીનામું આપ્યું હોવાનિ વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા કે જેમને શરુઆતથી લઈને ગુજરાતમાં મહેનત કરી હતી. જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના મોવડી મંડળે તેમના પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો પરંતુ કોંગ્રેસને ભાજપ સામે મોટી હાર મળી છે. આપ પાર્ટી પર ગંભીર આરોપ કોંગ્રેસના નેતાઓ લગાવી રહ્યા છે. આપ એ બી ટીમ છે તેવા આરોપો લગાવવામાં આવી રહ્યા હતા. ત્યારે આજે પણ રીઝલ્ટના આંકડાઓ સામે આવતા જ કોંગ્રેસના નેતા લલિત વસોયાએ પણ સ્વિકાર્યું હતું કે, આપને કારણે અમને નુકશાન છે. ત્યારે કોંગ્રેસના તમામ સમીકરણો ઢેર થઈ ગયા છે.

ત્યારે જે રીઝસ્ટ આવ્યા છે તેને જોતા કોંગ્રેસનો ગુજરાતમાંથી સફાયો બોલાઈ ગયો છે. 16 જેટલી સીટો કોંગ્રેસને મળી છે. કારમી હાર બાદ એક પછી એક રાજીનામાં પણ પડી શકે છે ત્યારે પ્રભારીનું રાજીનામું સામે આવ્યું છે.

એક તરફ ભાજપ કમલલમાં ફટાકડા ફૂટી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજીનામાં પડી રહ્યા છે. શું આ રીતે હારનો સામનો કરશે કે, આગળ જતા ટક્કર આપશે તેને લઈને કોંગ્રેસ શું કરશે એ તો સમય બતાવશે પરંતુ અત્યારે 12 ડીસેમ્બરે ભાજપ તરફથી શપથવિધીનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments