રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે
શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ (બોટાદ) મા નિબંધ સ્પર્ધા યોજાઈ
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા- શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ (બોટાદ) મા રાષ્ટ્રીય કાનૂન દિવસ નિમિત્તે શાળા માં સંવિધાન નું મહત્વ સમજાવતા નિબંધ સ્પર્ધા નું આયોજન કરાયું હતું. જેમાં શાળાના વિદ્યાર્થી ઓએ પોતાની મૌલિકતાથી બંધારણનું મહત્વ, મૂળભૂત ફરજો,પોતાના બંધારણીય હકો બંધા રણના ઘડવૈયાઓ વિશે નિબંધો લખ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ એ ખૂબ કાળજી પૂર્વક નિબંધો લખીને સરાહનીય સફળતા મેળવી હતી. કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થી ઓને શાળાના પ્રમુખ વિનોદભાઈ કાલસરિયા, મંત્રી વિજય ભાઈ ઘાઘરેટીયા અને શાળાના આચાર્ય અરવિંદ ભાઈ બાવળીયાએ પ્રોત્સાહિત ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા હતા.