બોટાદની ડો.સર્વપલી રાધાકૃષ્ણન્ શાળામાં ગીતાજયંતી મહોત્સવ ઉજવાયો
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા-બોટાદ શહેરની રાધેશ્યામ પાર્ક ખાતે ની ડો.સર્વ પલી રાધાકૃષ્ણન્ શાળા નં- ૨૪ માં ગીતા જયંતી મહોત્સવ ધામ ધૂમથી ઉજવાયો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુ ભાવો દ્વારા વિધિવત ગીતાજીનું પૂજન અર્ચન અને આરતી કરવામાં આવેલ . શાળાનાં ૧૧૭ વિદ્યાર્થીઓએ પોતાની આગવી લેખનશૈલીથી શ્રીમદ્ ભગવદ્ ગીતા ગ્રંથ ઈનામ સ્વરૂપે મેળવ્યા હતાં અને પ્રથમ નંબરને રોકડ રૂપિયા ૧૦૦૮, બીજાને ૫૪૦ અને ત્રીજા નંબરને રૂપિયા ૩૬૦ અનુક્રમે કીરણ જમોડ, આસ્થા નગવાડિયા અને સેજલ મકવાણાએ હાંસલ કરી સૌ વિદ્યાર્થીઓ ને આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે ત્રણેય વિજેતાઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા, પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ, તેમજ પ્રથમ નંબર મેળવનાર ને ૩૦ ગ્રામ ચાંદી, બીજા નંબર ને ૨૦ ગ્રામ અને ત્રીજા નંબરને ૧૦ ગ્રામ ચાંદી બોટાદ શહેરના કીરણભાઈ પટેલ કલકત્તા ટી ડિપો – ઊંઝાવાળા તરફથી આપીને પ્રોત્સાહન આપવામાં આવેલ. આ પ્રસંગે શાસનાધિકારી ડી. બી. રોય ઉપ સ્થિત રહ્યાં હતાં અને ગીતામાં અર્જુન પાસેથી પ્રશ્ન કરતાં થવાનું શીખવાનો સંદેશ વિદ્યાર્થીઓને આપી તેમની આગવી શૈલીમાં વક્તવ્ય આપ્યું હતું તેમ જ શિક્ષકસંઘ ઘટક બોટાદ પ્રમુખ રણ જીતભાઈ ગોવાળિયાએ જાપાન દેશનું મેનેજ મેન્ટ આપણાં આ શ્રીમદ્ ભગવદગીતા ગ્રંથને આધારભૂત ગણીને થાય છે એવું જણાવ્યું હતું. શાળાનાં આચાર્ય નટવર કણજરિયાએ ભિષ્મ પિતામહ અને કૃષ્ણનો સંવાદ રજૂ કરી વિદ્યાર્થી ઓને ગીતા વિશે વાતો કરીને મંત્રમુગ્ધ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક અને કથાકાર હરકાંતભાઈ દવેએ કર્યું હતું.