Friday, September 29, 2023
Homeઆરોગ્યશરીરના આ 3 પાર્ટ્સમાં થઈ રહ્યો છે તીવ્ર દુખાવો? તો પછી સમજી...

શરીરના આ 3 પાર્ટ્સમાં થઈ રહ્યો છે તીવ્ર દુખાવો? તો પછી સમજી જાવ કે વધી ગયો છે કોલેસ્ટ્રોલ

High Cholesterol Symptoms: વર્તમાન સમયમાં મોટાભાગના લોકોની લાઈફસ્ટાઈલ એવી બની ગઈ છે કે તેમનું કોલેસ્ટ્રોલ વધવું સામાન્ય બની ગયું છે. ટેક્નોલોજી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આપણે પહેલા કરતા વધુ આળસુ બની રહ્યા છીએ, શારીરિક પ્રવૃત્તિઓ અને ઓઈલી ખોરાકને કારણે આપણા શરીરમાં ફેટ જમા થવા લાગે છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશર (High Blood Pressure), ટ્રિપલ વેલેસ ડિઝીસ (Triple Vessel Disease) , ડાયાબિટીસ (Diabetes), હાર્ટ એટેક (Heart Attack), કોરોનરી આર્ટરી ડિસીઝ (Coronary Artery Disease) જેવા રોગ રોગોને જન્મ થાય છે.

આખરે કોને કહે છે કોલેસ્ટ્રોલ ?

કોલેસ્ટ્રોલ (Cholesterol) એક ચીકણું પદાર્થ છે જે ગુડ અને બેડ એટલે કે સારું કે ખરાબ બંને હોઈ શકે છે. ગુડ કોલેસ્ટ્રોલ દ્વારા શરીરમાં સ્વસ્થ કોશિકાઓ બને છે, જ્યારે બેડ કોલેસ્ટ્રોલ હૃદય રોગ (Heart Disease) અને ડાયાબિટીસનું જોખમ વધારે છે.

લોહીમાં કોલેસ્ટ્રોલ કેટલું હોવું જોઈએ ?

નિર્ધારિત ધોરણો અનુસાર તંદુરસ્ત પુખ્ત વયના લોકોમાં 200 mg/dl સુધીનું કોલેસ્ટ્રોલ હોવું જોઈએ, જો આ સ્તર 240 mg/dl કરતાં વધી જાય તો સમજવું કે જોખમ વધી ગયું છે અને તમારે તમારી લાઈફસ્ટાઈલ અને ખાવાની આદતો બદલવાની જરૂર છે.

તમને તો પેરિફેરલ આર્ટરી ડિઝીઝ નથી ?

જો લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો તમને પેરિફેરલ આર્ટરી ડિસીઝ (Peripheral Artery Disease) પણ થઈ શકે છે. આ ધમનીઓને નુકસાન પહોંચાડે છે. હકીકતમાં તેનાથી ધમનીઓ સંકોચાય છે અને બ્લડ સર્ક્યુલેશન પર ખરાબ અસર પડે છે.

શરીરના આ ભાગમાં થાય છે તીવ્ર દુખાવો

પેરિફેરલ આર્ટરી ડિસીઝ (PAD) ના કારણે શરીરમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે, જેના કારણે શરીરમાં ચોક્કસ ફેરફારો આવે છે. જ્યારે તમે કસરત કરો છો અથવા ભારે વર્કઆઉટ કરો છો, ત્યારે જાંઘ, હિપ્સ અને પગમાં તીવ્ર દુખાવો થાય છે. તેથી આ પ્રકારની પેનને અવગણશો નહીં અને તરત જ કોલેસ્ટ્રોલ લેવલની તપાસ કરાવો.

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments