ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વોટીંગ મિનિટોમાં જ પૂર્ણ થઈ રહ્યું છે. છેલ્લી ઘડીએ ચૂંટણી પંચે આ મામલે નિર્ણય લીધો છે. સાંજે 6.30 કલાક સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આમ તો સાંજે 5.30 કલાકે જ એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવે છે આ વખતે 1 કલાક લેટ એક્ઝિટ પોલના આંકડા લેટ જાહેર કરી શકાશે.
ચૂંટણી પૂર્ણ થતા અડધો કલાકમાં આંકડાઓ આવે છે સામે
વિવિધ ન્યૂઝ ચેનલો, વેબસાઇટ્સ અથવા સમાચાર એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલના આંકડાઓ જારી કરવામાં આવ્યો છે. સાંજે 5.30 વાગ્યાની આસપાસથી એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ જાય છે, પરંતુ આજે ચૂંટણી પંચે છેલ્લી ઘડીએ મહત્વનો નિર્ણય લીધો છે.ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ તરત જ એક્ઝિટ પોલ આપી શકાશે નહીં. સાંજે 6-30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાથી આંકડાઓ આપી શકાશે નહીં
એક્ઝિટ પોલ આ રીતે થાય છે
એક્ઝિટ પોલ એ એક સર્વે છે જેમાં મતદારોને તેમણે કોને મત આપ્યો તે અંગે પ્રશ્નો પૂછવામાં આવે છે. સર્વેક્ષણ મતદાનના દિવસે જ હાથ ધરવામાં આવે છે, એટલે કે સર્વે એજન્સીઓની ટીમો મતદાન મથકોની બહાર મતદારોને પ્રશ્ન કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે. આ સર્વે પરથી ચૂંટણી પરિણામોનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ માટે ઘણી એજન્સીઓ ભારતમાં એક્ઝિટ પોલ કરાવે છે.
કેટલીકવાર ખોટા પડે છે એક્ઝિટ પોલ
કેટલીકવાર એક્ઝિટ પોલનું ગણિત ખેટું પણ પડતું હોય છે. જેમ કે, પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલના આંકડાઓ ઉંધા વળી ગયા હતા અને આપ પાર્ટીએ રેકોર્ડ બ્રેક પ્રથમ વખત જીત મેળવી હતી. આવા એક્ઝિટ પોલના પરિણામો ક્યારેક ખૂબ જ સચોટ સાબિત થાય છે તો ક્યારેક ખોટા પણ સાબિત થાય છે. 2004ની લોકસભા ચૂંટણીમાં, એક્ઝિટ પોલના પરિણામો અને ચૂંટણીના પરિણામો એકબીજાથી વિરુદ્ધ હતા. જો કે, મોટાભાગના એક્ઝિટ પોલના આંકડાઓ રીઝલ્ટની આસપાસ હોય છે.