જુનાગઢ:કેશોદ શહેર ખાતે જલારામ મંદિર દ્વારા મેગા કેમ્પનું યોજાયો..
આ કેમ્પ માં જુદા જુદા કેમ્પ રાખવામાં આવેલા હતા જેમાં મંદિર દ્વારા વર્ષોથી યોજાતા “આઈ કેમ્પ” તેમજ ચામડીના દર્દીઓ માટેનો કેમ્પ પણ રાખવામાં આવેલ હતો આ કેમ્પની અંદર આવકાર હોસ્પિટલના ડોક્ટર શ્રી શ્યામ પાનસુરીયા દ્વારા નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવેલી હતી તેમજ સાંધાના દુખાવા સાયટીકા અને અન્ય દુખાવા માટે ડોક્ટર ઉમેશ ભટ્ટ દ્વારા સેવાઓ આપવામાં આવેલી હતી આ ઉપરાંત સરકારી હોસ્પિટલના નિકિતાબેન દ્વારા હોમિયોપેથી સારવાર આપવામાં આવેલી હતી તેમજ તેમના દ્વારા નિ:શુલ્ક દવાઓનું પણ વિતરણ કરવામાં આવેલું હતું આ ઉપરાંત ડાયાબિટીસ ચેક અપ માટેનો કેમ્પ પણ યોજવામાં આવેલો હતો…
આઈ કેમ્પમાં આજરોજ દિપ પ્રાગટય રાજપૂત સમાજ આગેવાન અને ભારત વિકાસ પરિષદ મંત્રી મહાવીરસિહ જાડેજા,ડો.સ્નેહલતન્ના,દિનેશભાઈ કાનાબાર,ડી. વાય.એસ.પી.ઠક્કર સાહેબ દ્રારા કરવામાં આવેલ હતું…
આ કેમ્પમાં લગભગ 300 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો જેમાંથી 83 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા જ્યાં તેઓને નિ:શુલ્ક ઓપરેશન કરી અને નેત્રમણી પણ નિ:શુલ્ક બેસાડી આપવામાં આવે છે…
મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે જલારામ મંદિર દ્વારા યોજાતા નેત્ર નિદાન કેમ્પ માં આજુબાજુના ઘણા ગામોમાંથી ઓપરેશન માટે દર્દીઓ અત્રે આવે છે અને જે જરૂરિયાત મંદ લોકો છે તેઓને નિ:શુલ્ક ઓપરેશન કરી આપવામાં આવે છે આજરોજ યોજાયેલા આ કેમ્પ ની અંદર ભોજન દાતા તરીકે હીરાભાઈ જોટવાના પિતાશ્રી અરજણભાઈ જીવાભાઇ જોટવા દ્વારા સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવેલો હતો… આ કેમ્પ માં જલારામ મંદિરના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ રતનધાયરા દિનેશભાઈ કાનાબાર ડોક્ટર સ્નેહલ તન્ના અને કેશોદના ડીવાયએસપી શ્રી ઠક્કર સાહેબ હાજર રહ્યા હતા…
રિપોર્ટર..નરેન્દ્ર કલાણીયા-કેશોદ