ગુજરાત રાજયમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે છઠ્ઠું હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ
સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમવાર બ્રેઇનડેડ વ્યકિતના ડાબા હાથનું અંગદાન કરવામાં આવ્યું.
ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ હેન્ડ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
ધનગર પરિવારના બ્રેઈનડેડ ૫૭ વર્ષીય આનંદા ધનગરના ડાબા હાથનું દાન કરી ૧૨૦૦ કિ.મી અંતર કાપીને કેરલના કોચી ખાતેના
વ્યક્તિને દાનથી નવજાવન બક્ષ્ય
સુરતઃશુક્રવારઃ ડાયમંડ સીટી, સિલ્ક સીટીની સાથે સાથે ઓર્ગન ડોનર તરીકેની નામના મેળવી રહ્યું છે, ત્યારે સુરત શહેરમાં નવી સિવિલ હૉસ્પિટલના ડોકટરોના સફળ પ્રયાસોના પરિણામે પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ વ્યકિતના ડાબા હાથનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને સુરતથી ૧૨૦૦ કિ.મી. દુર કોચીના અમુતા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યું છે.
સુરત દહેરના ઉધના વિસ્તારની પાસ્વા શોપીંગ સેન્ટર રોડ ખાતે રહેતાં આનંદા ધનગર તા.૩૦/૧૧/૨૦૨૨ના રોજ શૌચક્રિયા માટે ગયા જયાં બેભાન થતા તત્કાલ નવી સિવિલ ૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સીટી સ્કેન રીપોર્ટ કરાવતા મગજના ઇન્ટ્રાવેન્ટ્રિકયુલર હેમરેજ થયાનું માલુમ પડયું હતું. તા.૧/૧૨/૨૦૨૨ના રોજ તેમનું ૨- ઈકો કરવામાં આવ્યું હતું. સિવિલના ન્યૂરોફિઝીયન ડો.જય પટેલે તેઓને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. કો. નિલેષ કાછડીયાએ આનંદ ભાઈદાસ ધનગરના પરિવારના સભ્યો તથા તેમના પત્નિ તેમજ પુત્રને આ બાબતની જાણકારી આપી હતી. મોટો અંતર્ગત ઓર્ગન ડોનેશનની ટીમે તેમના પુત્ર વિનોદ કુમાર તથા પત્નિ સહિતના પરિવારને અંગદાન અંગેની જાણકારી આપી, સિવિલના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડૉ.નિલેશ કાછડીયા, અંગદન ચેરીટેબલ ટ્રસ્ટના દિક્ષિત ત્રિવેદીએ તેમના પરિવારે અંગદાન અંગેની સમગ્ર માહિતી આપી હતી. તેમના પરિવારે તૈયારી દર્શાવતા સોટો અને નોટોની ગાઈડ લાઈન મુજબ કરવામાં આવી હતી. અમૃતા હોસ્પિટલની પ્લાસ્ટીક સર્જન સંજય સેમ્યુલ અને સિવિલના નિલેશ કાછડીયાએ સફળ સર્જરી કરી હતી. આજરોજ આજે ૧.૦૦
વાગે અંગ દાનાના ડાબા હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરીને એર એમ્બ્યુલન્સ દ્વારા સુરત એરપોર્ટથી ૧૨૦૦ કી.મી દૂર કેરલની કૌચી શહેરની અમૃતા હોસ્પિટલમાં પહોંચાડીને સફળ સન્સપ્લાન્ટ કરવામાં ખાવ્યું હતું.
અંગદાન કરનાર ધનગર પરિવાર મૂળ મહારાષ્ટ્રના પૂલિયા જીલ્લાના સૌનગિર ગામના મૂળ વતની છે.
આ અંગદાનના સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. ડૉ.નિલેશ કાછડિયા ડો.રાહુલ અમિન અને ડો.સંજુ દ્વારા હાથને પ્રોક્યોર કરવામાં આવ્યા હતા. આ કાર્યને સંપન્ન કરવા મુરત સિવિલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડૉ.ગણેશ ગોવેર, RMO ડો.કેતન ાયક, સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયં સેવકોએ જહેમત ઉઠાવી
હતી. નોંધનીય છે કે, ગુજરાતના અમદાવાદ સિવિલમાં ત્રણ અંગદાતાઓના હાથનુ દાન, સુરત શહેરની કિરણ હોસ્પિટલમાં બે અગદાતાઓના હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે, જયારે સિવિલ હોસ્પિટલ ખાતે આજે છઠ્ઠું હૅન્ડ ટ્રાન્સપ્લાન્ટ થયું છે.