લ્યો કરો વાત… કૉંગ્રેસ કાર્યાલય ની સામે જિલ્લા ભાજપ કાર્યાલય અને તેમાં સરેઆમ આચાર સહિતના ભંગ, ફરિયાદી કોણ થશે કાર્યવાહી કોણ કરશે લોકોમાં પ્રશ્ન.?
ભાજપ કોંગ્રેસની ઇલુ ઇલુ ની સરેઆમ સાબિતી આપતું આ ચિત્ર વિધાનસભા બેઠક 107નાં જિલ્લા ભાજપ કાર્યાલય નું છે કોંગ્રેસ કાર્યાલયથી 100 મીટરના અંતરે આવેલ બોટાદ ગઢડા હાઇવે પર આવેલ કોમ્પલેક્ષમાં રોડ પર મોટા કટ આઉટ બેનરો ધજાઓ સાથે ભાજપનાં પ્રચાર માધ્યમો યથાવત છે કોંગ્રેસ ના ઉમેદવારની કે અન્ય હોદ્દેદારોની શું નજર નથી પડતી.? શું કાયદો અને વ્યવસ્થા ભાજપ માટે લાગુ નથી પડતી.? આચાર સહિતા લાગ્યાના 30 કલાક વીતી ગયા પછી પણ આ બેનર પોસ્ટર, ધજા કોઈએ હટાવ્યા નથી.. કાર્યવાહી કરવાની જવાબદારી કોની અને ફરિયાદી કોણ થશે એ સૌથી મોટો પ્રશ્ન છે કાયદાનું પાલન નહીં કરનાર ચૂંટાયા પછી શું કાયદાની અમલવારી કરાવશે લોકોમાં પ્રશ્નો છે.?