કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતા ભાજપને તો “બકરું કાઢતા ઊંટ પેઠું”, આમ આદમી પાર્ટીની પ્રજા લક્ષી જાહેરાતો એ ચૂંટણીમાં સુનામી લાવી દીધી.?? રેલીમાં સ્વયંભૂ હજારો માણસો ઉમટ્યા.!
કોંગ્રેસમુક્ત ભારતની વાતો કરતા ભાજપને આમ આદમી પાર્ટીથી કોંગ્રેસના મતોનું ધ્રુવી કરણની અપેક્ષા હતી. પરંતુ આમ આદમી પાર્ટી તરફનો જુવાળ જોતા ભાજપે પોતાના પગ પર કુહાડો માર્યો હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. “બકરું કાઢતા ઊંટ બેઠું” જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
બોટાદ વિધાનસભા બેઠક 107 પર આમ આદમી પાર્ટી દ્વારા અંતિમ દિવસે ભવ્ય રેલીનું આયોજન થયું હતું. પંજાબના મુખ્યમંત્રી ભગવતમાન આ રેલીનું મુખ્ય આકર્ષણ હતાં, ત્યારે હાથમાં ઝંડા લઈ સ્વયંભુ રીતે પદ ચલન કરી લોકો આ રેલીમાં જોડાયા હતા. કેજરીવાલ દ્વારા જાહેરાત કરી કરોડોના પેકેજ નહીં પણ દર મહિને હરએક પરીવારને માસિક 30 હજાર રૂપિયાનો ફાયદો થાય તેવી જાહેરાતો થી મોંઘવારીમાં પીસાતી છેવાડાની જનતા ઠેકીઠેકી મતદાન કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.!