ગઢડા ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી લક્ષી માર્ગદર્શન મીટીંગ નું આયોજન
વિધાનસભા બેઠક નંબર 106 પર પ્રથમ તબક્કામાં મતદાન યોજવાનું છે ત્યારે આજ રોજ પ્રચાર કાર્યક્રમના અંતિમ તબક્કા સુધી લોક સંપર્ક કરી વિકાસની કામગીરીને જન જન સુધી પહોંચાડનાર ભાજપના સક્રિય કાર્યક્રમની મીટીંગ યોજાઇ હતી. તેમાં પૂર્વ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી અને શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ લાઠીગરા દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી અંગે, માઈક્રો પ્લાનિંગ સાથેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મતદાતાઓને ઘરથી બુથ સુધી પહોંચાડવાની કામગિરી ની તૈયારી ,પેજ પ્રમુખોની જવાબદારી નક્કી કરવામાં આવી હતી.