બોટાદ એમ.ડી.શાહ વિદ્યાલયની
વિદ્યાર્થીનીઓએ મતદાન માટે અપીલ કરતી ભવ્ય રંગોળી તૈયાર કરી
જિલ્લા સેવા સદન ખાતે તૈયાર કરાયેલી કલા ત્મક રંગોળી મુલાકાતીઓ માટે બની આકર્ષણનું કેન્દ
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા- બોટાદમાં જિલ્લા સ્વીપ પ્રવૃત્તિ અન્વયે મતદાન જાગૃતિ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જે અન્વયે આજે જિલ્લા સેવા સદનનાં પ્રાંગણમાં બોટાદની એમ.ડી.શાહ વિદ્યાલયની ધો-૧૧ અને ૧૨ ની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગે વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી વિક્રમસિંહ પરમાર, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રભાત સિંહ મોરી તેમજ એમ.ડી.શાહ વિદ્યાલયનાં શિક્ષક જી.બી.મકવાણાના માર્ગદર્શન મુજબ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક “વોટ ફોર ગુજ રાત”નાં સૂત્ર સાથે કલાત્મક રંગોળી બનાવી અને લોકશાહીની અવસરમાં તમામ લોકોને અવશ્ય મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. આ તકે એમ.સી.એમ.સી કમિટીનાં નોડલ અધિકારી અને સહાયક માહિતી નિયામક રાધિકાબેન વ્યાસ પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.