બોટાદમાં મતદારનો શુભ સંકલ્પ: “હું તો મતદાન કરીશ જ…”
માહિતી કચેરી ખાતેનાં સિગ્નેચર કેમ્પેઇનને મળ્યો બહોળો જન-પ્રતિસાદ
સિગ્નેચર કેમ્પેઇન, શેરી નાટકો, રંગોળી સ્પર્ધા ઓ, અવસર રથ જેવાં અનેક મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમો યોજાયા
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા-આગામી લોક શાહીનાં અવસરમાં લોકો ઉત્સાહભેર જોડાઇ તે માટે બોટાદ જિલ્લામાં અનેક કાર્યક્રમો દ્વારા મત દાન જાગૃતિ માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જિલ્લામાં શેરીએ શેરીએ તેમજ ગામે-ગામ સિગ્નેચર કેમ્પે ઇન, શેરી નાટકો, રંગોળી સ્પર્ધાઓ, અવસર રથ જેવાં અનેક મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટેનાં પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જિલ્લા ચૂંટણી અધિકા રીવજિલ્લા કલેક્ટર બી.એ.શાહનાં માર્ગદર્શન હેઠળ જિલ્લાનાં તમામ સ્થળોએ અવનવા કાર્ય ક્રમો યોજાઇ રહ્યાં છે. ત્યારે જિલ્લા સેવા સદન સ્થિત જિલ્લા માહિતી કચેરી દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ હાથ ધરવા માં આવી છે જે અન્વયે સિગ્નેચર કેમ્પેઇન હેઠળ લોકો સહી કરી “અવશ્ય મતદાન કરીશ”નો સંકલ્પ લઇ રહ્યાં છે. જિલ્લા સેવા સદન ખાતે મુલાકાત લેતાં બોટાદ વાસીઓ સહિત વિવિધ કચેરીઓમાં કાર્યરત સરકારી કર્મીઓ પણ આ સિગ્નેચર કેમ્પેઇનમાં ભાગ લઇ મતદાન કરવા પ્રેરિત થઇ રહ્યાં છે.