બોટાદ વિધાનસભા બેઠક નંબર 107 પર આમ આદમી પાર્ટીનો દબદબો… ટાટમ અને ભીમડાદ ગામે યોજાયેલ મહાસભામાં જનસૈલાબ…
વિધાનસભા બેઠક નંબર 107 પરંપરાગત રીતે બે પ્રતિસ્પર્ધીઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હરીફાઈની રહી છે, પરંતુ આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં આવતા ભલભલી પાર્ટી વાળા ઉમેદવારો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. સમીકરણો સીધા ચાલે તો ભારે પરિણામમાં ઉલટફેર થવાની સંભાવનાઓ છે. આજરોજ બોટાદ વિધાનસભાના મોટા ગામ કહેવાતા ટાટમ અને ભીમડાદ ગામમાં આમ આદમી પાર્ટીની જંગી જાહેર સભામાં જનસૈલાબ ઉમટી પડ્યું હતું.! ત્યારે બોટાદ વિધાનસભા બેઠક પર પરિણામ રૂપી કોથળામાંથી શું નીકળે તે આઠ તારીખે જ ખબર પડશે.