સ્વ. રમીલાબેન ઉત્તમભાઈ સલોતની પ્રથમ પૂણ્યતિથિએ
નાગલ૫ર કેન્દ્રવર્તી શાળામા સ્માર્ટ ટીવી નુ દાન અપાયું
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા – બોટાદ જિલ્લા ના નાગલ૫ર ગામના વતની અને હાલ ડભોઇ ખાતે રહેતા પ્રિયેનભાઈ ઉત્તમ ભાઈ સલોત, સપના બેન પ્રિયેનભાઈ સલોત અને ચાર્મીબેન પ્રિયેનભાઈ સલોત તથા સલોત ૫રીવાર દ્વારા તેમના માતા સ્વ. રમીલાબેન ઉત્તમભાઈ સલોત ના સ્મરણાર્થે તેમની પ્રથમ પૂણ્યતિથિએ નાગલ ૫ર કેન્દ્રવર્તી શાળામાં ૪૨ ઇચના ૩ (ત્રણ) સ્માર્ટ ટીવી દાનમાં આપેલ. આતકે શાળા પરિવાર દ્વારા સલોત પરિવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખની છે કે આ પૂર્વે પણ આ શિક્ષણ પ્રેમી પરિવાર દ્વારા બાળકો ટેક્નોલોજી ના ઉપયોગ સાથે શિક્ષણ મેળવી શકે તેવા હેતુથી શાળાને ૨ કોમ્પ્યુટર દાનમાં આપેલ .