ગઢડા 106 વિધાનસભા બેઠક પર ભાજપ પક્ષના ઉમેદવાર શંભુનાથ ટુંડિયાજી ની ડોર ટુ ડોર પ્રચાર યાત્રાને ખૂબ સારો પ્રતિસાદ…
પ્રથમની તબક્કાની ચૂંટણીમાં સમાવિષ્ટ ગઢડા વિધાનસભા બેઠક નંબર 106 ના ઉમેદવાર શંભૂનાથ ટુંડિયાજી પ્રચાર કાર્યક્રમ અંતિમ તબક્કામાં છે મતદાન થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજરોજ તારીખ 25 નવેમ્બર 2022 ના રોજ વોર્ડ નંબર પાંચ ના સ્થાનિક રહીશોની રાત્રિ મિટિંગ યોજાઈ હતી. દરમ્યાન મોચી સમાજ જ્ઞાતિની વાડીમાં ખૂબ મોટા પ્રમાણમાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.! આ મિટિંગમાં સર્વ સમાજના અગ્રણીઓ, સ્થાનિક રહીશો,ભાજપ કાર્યકર્તાઓ હોદ્દેદારો સુરેશભાઈ ગોધાણી, ચંદ્રકાંતભાઈ લાઠીગરા,પિયુષભાઈ શાહ, જગાભાઈ પટગીર, ઘનશ્યામભાઈ ડવ, હમીરભાઇ લાવડિયા સહિત ઉપસ્થિત રહ્યા હોય શંભુનાથજી ટુંડિયા દ્વારા તમામ લોકોને વિકાસની મુખ્ય હરોળમાં લઈ જવા અને ગઢડાના સર્વાંગી વિકાસ માટે ખાત્રી આપી હતી.! તમામ ઉપસ્થિત ઍક સૂરે ભાજપને જંગી બહુમતીથી વિજેતા બનાવવા વચન આપ્યું હતું.