Tuesday, October 3, 2023
Homeઓરીજનલદેવગઢ બારીઆ અસાયડી ચેકપોસ્ટ ઉપર આચાર સંહિતાના નામે કરાતી હેરાનગતિઓ.

દેવગઢ બારીઆ અસાયડી ચેકપોસ્ટ ઉપર આચાર સંહિતાના નામે કરાતી હેરાનગતિઓ.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકા નજીક આવેલ અસાયડી ચેકપોસ્ટ ખાતે હાલ ચુંટણીના માહોલ વચ્ચે સઘન સુરક્ષાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આ સઘન સુરક્ષાની કામગીરીમાં બે દિવસ પહેલા સરકાર માન્ય પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રમુખ તેમજ એક પ્રસિધ્ધ દૈનિકના તંત્રી અને માલિક અને જેઓ રિટાયર્ડ સરકારી કર્મચારી છે તેઓની ગાડીને બે કલાક સુધી અટકાવી રાખી અને જાણે કોઈ ગુન્હેગાર હોય તેમ કલાકો સુધી પુછપરછ કરતાં આ વાત સમગ્ર પત્રકાર સંઘમાં ફેલાતાં ચેકપોસ્ટ પર ફરજ બજાવતાં જે તે કર્મચારીઓ સામે પત્રકારોનો ભારે રોષ ફાટી નીકળ્યો છે. પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પાસે તેઓના રિટાયર્ડમેન્ટના રોકડા રૂા.દોઢ લાખ હતાં અને રાત્રીના સમયે તેઓ દાહોદ આવી રહ્યાં હતાં ત્યારની આ ઘટના તેઓની સાથે બની હતી. ચુંટણી પ્રક્રિયામાં જાેતરાયેલ સીઆરસીના ફરજ પરના કર્મચારીએ જાણે સત્તાથી ઉપર પોતે સર્વાેપરી હોય તેવું વર્તન પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રમુખ સાથે કરવામાં આવ્યું હતું ત્યારે આ મામલે સત્તાધિશો દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પત્રકાર સંઘ જવલંત આંદોલનના માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

 

ગત તા.૨૨મી નવેમ્બરના રોજ રાત્રીના લગભગ દશ વાગ્યાના આસપાસ સરકાર માન્ય પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રમુખ અને તેની સાથે સાથે તેઓ એક પ્રસિધ્ધ દૈનિક અખબારના તંત્રી, માલીક પણ છે તેઓ પોતાની ફોર વ્હીલર ગઈ બહારગામથી દાહોદ પરત આવી રહ્યાં હતાં. રાત્રીના સમયે અસાયડી ચેકપોસ્ટ ખાતે ચુંટણીના માહોલ વચ્ચે સઘન ચેકીંગમાં ફરજ પર પોલીસ કર્મચારીઓ, મીલીટ્રી તેમજ સાથે સાથે અન્ય સરકારી કર્મચારીઓ પણ હાજર હતાં તે સમયે પત્રકાર સંઘના પ્રમુખની ફોર વ્હીલરને પણ ઉભી રાખવામાં આવી હતી ત્યારે ગાડીની તલાસી બાદ ગાડીમાંથી રોકડા રૂપીયા દોઢ લાખ મળી આવ્યાં હતાં. આ રોકડા રૂપીયા પત્રકાર સંઘના પ્રમુખ જેવો પોતે સરકારી કર્મચારી પણ રહી ચુક્યાં છે.અને આ રોકડા રૂપીયા તેઓના રિટાયર્ડમેન્ટના હતાં ત્યારે ફરજ પર હાજર સીઆરસી એટલે કે પ્રાથમીક શાળામાં ફરજ બજાવતો એક શિક્ષક આ સમગ્ર કામગીરી કરી રહ્યો હતો તે પ્રમુખ પાસે આવી આ રોકડા રૂપીયાનો હીસાબ માંગવા લાગ્યો હતો ત્યારે પ્રમુખે એમ પણ જણાવ્યું હતું કે, આ રિયાર્ડમેન્ટના પૈસા છે અને તેની સાથે સાથે રિટાયર્ડમેન્ટના પુરાવાઓ પણ રજુ કર્યાં હતાં પરંતુ ફરજ પરનો સીઆરસી કર્મચારી ટસનો મસ ના થયો અને બે કલાકથી વધારે સમય સુધી સંઘના પ્રમુખને હેરાન પરેંશાન કરી નાંખ્યા હતાં ત્યાર બાદ તેણે પોતાના ઉપલા અધિકારી જે દેવગઢ બારીઆ સ્ટેટ બેન્કના મેનેજર જેઓ પણ આ ચુંટણી કામગીરીમાં ફરજ બજાવે છે તેઓને ફોન કરતાં તે પણ આવી ગયાં હતાં ત્યાર બાદ પણ બંન્ને વ્યક્તિઓએ પ્રમુખને હેરાન કરતાં હતાં અને આ રોકડા રૂપીયાની બેન્કની સ્લીપ લાવો, પાસબુકની એન્ટ્રી લાવો, પુરાવાઓ લાવો. આ પ્રકરાનું રટણ કરતાં અડધી રાત્રે કોણ બેન્ક ખોલે અને કેવી એન્ટ્રી બતાવે, જ્યારે પ્રમુખ દ્વારા પોતાના રિયાર્ડમેન્ટના પુરાવાઓ સહિત નાણાંના પુરાવાઓનો પણ હિસાબ આપ્યો હતો ત્યારે આ ઘટનામાં દેવગઢ બારીઆ પ્રાંત અધિકારીને પણ રાત્રે ફોન કરતાં તેઓને પણ ઉડાવ જવાબ મળ્યો હતો અને દેવગઢ બારીઆ પ્રાંત અધિકારીએ પણ ફોન પર એમ કહી દીધું કે, આ વિશે મારે કોઈની સાથે વાત નથી કરવી, ત્યારે જેમ તેમ કરીને આખરે બે કલાકની ભારે હેરાનગતિ બાદ સરકાર માન્ય પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રમુખની ગાડી જવા દીધી હતી.

 

અહીં સવાલ એ ઉભો થાય છે કે, ચુંટણી પંચનો એવો નિયમ છે કે, ચુટણી સમયે કોઈ વાહનમાં પાર્ટીના પ્રચાર પ્રસારના સાહિત્યો અથવા કોઈ અન્ય વસ્તુ મળે તો આચાર સંહિતાના કાયદા મુજબ કાર્યવાહી કરી શકાય અને જાહેર જનતાના હિત માટે અને તેમાંય હાલ લગ્નસરાની પણ સીઝન છે ત્યારે કોઈ વ્યક્તિ લગ્નની ખરીદી કરવા પણ જાય તો પોતાની સાથે નાણાં રાખી શકે અથવા તો કોઈને હોસ્પિટલમાં પણ કામ પડી શકે તો તેઓ પણ રૂપીયા રાખી શકે માત્ર તેના જરૂરી પુરાવાઓ રજુ કરી વાહન ચાલકો અથવા વ્યક્તિઓ જઈ શકે છે ત્યારે આ અસાયડી ચેકપોસ્ટ પણ ચુંટણી પંચના નિયમોના છડેચોક ધજાગરા ઉડી રહ્યાં છે. અસાયડી ચેકપોસ્ટ પર અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ મીલીટ્રીનો સારો એવો સહકાર પણ મળ્યો હતો તેઓ ચુંટણી પ્રક્રિયાની કામગીરી અને નિયમોથી વાકેફ હતાં તેમ લાગ્યું પરંતુ તેઓના ઉપલા અધિકારી તરીકે ફરજ પર બેસાડી દેવામાં આવેલ એક સીઆરસીના શિક્ષક સામે લગભગ તેઓનું પણ કંઈ ના ચાલ્યું હોય તેવા દ્રશ્યો પણ સર્જાયાં હતાં.

 

બીજી તરફ અસાયડી ચેકપોસ્ટ પર સી.આર.સી.ના એટલે કે પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકના અંડરમાં એટલે કે, હાથ નીચે પોલીસ, મીલીટ્રીને મુકી દીધી છે. એક શિક્ષક જેને ચુંટણી પંચના નિયમો પણ ના ખબર હોય તેવા અને શિક્ષક જેવા સીઆરસીના કર્મચારીને જાે ચેકપોસ્ટ પર મુખ્ય હોદ્દો આપી દેવાતો હોય તો એક શિક્ષક ચુંટણી પંચના નિયમો શું જાણતો હશે? એના કરતાં કોઈ મુખ્ય અધિકારી કે સુદ્રઢ, અનુભવી કર્મચારીને આવી ચેકપોસ્ટો પણ જવાબદારી સોંપવામાં આવે ચુંટણી પંચના નિયમોનું ચુસ્તપણે પાલન થઈ શકે છે.

 

જાે આવી ચેકપોસ્ટો પણ એક પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રમુખની સાથે આવું વર્તન થતું હોય તો ત્યાંથી પસાર થતાં સામાન્ય નાગરીકનું શું હાલત થતી હશે અને જેમાં ઘણા ખરા તો રોકડા રૂપીયા લઈ હોસ્પિટલ, લગ્ન પ્રસંગ, ખરીદી માટે પણ લાખ્ખો રૂપીયા લઈ પસાર થતાં હોય તો તેઓની તો શું હાલત કરતાં હશે તે આ પ્રમુખ સાથેની ઘટના પરથી વર્ણવી શકાય છે. સીઆરસીના એક શિક્ષકને અસાયડીની ચેકપોસ્ટની તમામ જવાબદારી સોંપી દેવામાં આવતી હોય તો આવું થાય તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.

 

પત્રકાર સંઘના પ્રમુખ સાથેના અસાયડી ચેકપોસ્ટ પરના કર્મચારીઓ દ્વારા આવા વર્તનને પગલે સંઘના પત્રકારોમાં રોષ ફાટી નીકળ્યો છે અને આવનાર દિવસોમાં આ મામલે પ્રમુખને ન્યાય નહીં મળે તો ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

 

 

 

ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ મુખ્ય ચૂંટણી અધિકારી સર્વેસરવા છે. અને સત્તાની રૂહે ચેક પોસ્ટ ઉપર કોર્ટ ઓફ કંડેપ્ત ની ટીમ મૂકી શકે છે પરંતુ અહીંયા સવાલ ઊભો એ થાય છે કે વર્ષોથી શિક્ષક તરીકે અને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ રહેલા અને પત્રકાર સંઘના પ્રમુખ અને દૈનિક અખબારના તંત્રી જેઓ ચૂંટણી પંચની સમગ્ર ગાઈડલાઈનથી વાકેફ હોય તેઓએ પોતાના પાસે રાખેલા પૈસાનો આધાર પુરાવો જોડે રાખ્યો હતો તેમ છતાં ચેક પોસ્ટ ઉપર ચેકિંગના નામે ફક્ત અને ફક્ત હેરાનગતિ કરવાના ઈરાદા સર એક સન્માનનીય વ્યક્તિને ચૂંટણી પંચની ગાઈડલાઈન નો હવાલો આપી દોઢથી બે કલાક સુધી રોકીને હેરાન કરવું એ કેટલા અંશે યોગ્ય..? હાલ લગ્ન સરા ની સિઝન ચાલી રહી છે. સાથે સાથે હાઇવે પર હોસ્પિટલ કે અન્ય કોઈ ઇમરજન્સી કામ અર્થે પોતાની સાથે રોકડ રૂપિયા લઈ જતો હોય તો તેની પાસે પુરાવા માંગો તે સ્વાભાવિક છે. અને હવે ડિજિટલ બેન્કિંગનો જમાનો છે. બેંકની તમામ એન્ટ્રીઓ હવે ઓનલાઇન મોબાઇલ પણ માં પણ દેખાઈ જાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ઓનલાઇન બેન્કિંગનો સિસ્ટમ ન જાણતો હોય અને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ બે લાખની અંદર ની રકમ જો સામેવાળા વ્યક્તિ પાસે મળતી હોય તો નિયમ મુજબ કોઈપણ સામાન્ય વ્યક્તિ તે વ્યક્તિના મોબાઈલ નંબર રહેઠાણના પુરાવા, મળેલ કેશ સંબંધી જરૂરી નોંધ કરી અડધી રાતે જવા દેવાય અને બીજા દિવસે નિયમ મુજબ એની ઇન્કવાયરી કરી કરી શકાય તેમ છે. અને આવા જાણકાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિને ચેકિંગ નો હવાલો આપી કનગડક કરતા હોય તો તેની આડમાં અને કેટલાય લોકો જે ખરેખર ગેરકાયદે સુધી નાણાંનું પરિવહન કરતા હોય તે નીકળી જાય છે. અને આવા વ્યક્તિઓ ચેકપોસ્ટ વાળા મુખ્ય માર્ગ ને છોડી અન્ય કોઈ આંતરિયા વિસ્તારોમાંથી પણ પસાર થઈ શકે છે. તે સ્વાભાવિક છે. એટલે આવી મહત્વપૂર્ણ જગ્યાએ સીઆરસી ના શિક્ષક ની જગ્યાએ આની કોઈ બેન્કિંગ સિસ્ટમના જાણકાર એકાઉન્ટન્ટ જેવા અધિકારીને નિયુક્તિ કરાય જેથી લગ્નની ખરીદી કરવા અથવા અન્ય કોઈ હોસ્પિટલ જેવી ઇમરજન્સી જેન્યુન કારણોથી રોકડ નાણા લઈને જઈ રહેલા વ્યક્તિને ખોટી રીતે હેરાન થવું ન પડે એ માટે પણ ચૂંટણી અધિકારી તેમજ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ સંલગ્ન વિભાગના અધિકારીઓને વિચારવું રહ્યું..

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments