આમ આદમી પાર્ટી બોટાદ વિધાનસભામાં બનશે “ખાસ”.? બંને રાજકીય પક્ષોની ઊંઘ હરામ… વન વે જાય તેવી સંભાવના…
બોટાદ વિધાનસભા બેઠક નંબર 107 પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા ને ખૂબ જ સારું જન સમર્થન મળી રહ્યું છે. સ્થાનિક શિક્ષિત ઉમેદવાર સામાજિક સમીકરણોને ન્યાય આપી વન વે ચાલી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. ડોર ટુ ડોર પ્રચાર સાથે ઉત્સાહભેર આમ આદમી પાર્ટીના ઉમેદવારને આવકાર સાથે સમાજોનું ખુલ્લું સમર્થન મળતાં મીટીંગોમાં લોકોના ટોળેટોળા ઉંમટી રહ્યા છે.ઇશ્વરીયા, લાખણકા, તતાના, પીપળ, આડતાળા, ઉગામેડી, જીંજાવદર, બાદ ગતરાત હળદડ ગામમાં ઉમેશભાઈ મકવાણાની સભામાં સ્વયંભૂ ખીચો ખીચ માનવ મેદની ઉભરાંતા બંને પક્ષોને ઓવર ટેક કરી દે તો નવાઈ નહીં.