બોટાદ નગરપાલિકાના ભાજપ ના સસ્પેન્ડ કરાયેલ સભ્યો પૈકી ૧૨ સભ્યોને પક્ષ દ્વારા પરત લેવાતા સભ્યો ગેલમાં
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા – સરકારે વિવિધ યોજનામાં આપેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટનો નગરપાલિકાએ ઉપયોગ ન કરી નગર જનોને સુવિધાથી વંચિત રખાતા બોટાદ નગર પાલિકાને સુપર સીડ કરવામાં આવેલ. તેમજ નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી સમયે નગર પાલિકાના ૧૮ જેટલા ભાજપ ના સભ્યોને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ જે ૧૮ સભ્યો પૈકી આજે ૧૨ સભ્યોને બોટાદના ચૂંટણી ઇન્ચા ર્જ અને બોટાદના પૂર્વ ધારાસભ્ય ડો. ટી. ડી.માણીયા દ્વારા પરત લેવામાં આવતા આખરે બોટાદ નગરપાલિકામાં ઘીના ઠામમાં ઘી પડી જતા સભ્યો ગેલમાં આવી ગયા હતા તેમ બોટાદ નગરના પૂર્વ કોર્પોરેટર જયેશભાઈ સોલંકી એ જણાવ્યું હતું.
પરત લેવાયેલ ભાજપ સભ્યોની યાદી
જયસુખભાઈ કાનેટીયા, કૈલાશબેન રાઠોડ, ચંદન બેન પટેલ , હંસાબેન ગોરવાડીયા, નીતાબેન જયેશભાઈ સોલંકી, રમેશભાઈ જાદવ, દયાબેન ચાવડા, ધીરજબેન મકવાણા, હંસાબેન સાકરીયા, ગોપાળભાઈ કળથિયા, ગીતાબેન વાઘેલા અને જ્યોત્સનાબેન પરમાર