શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ (બોટાદ) ખાતે
વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા -શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન વિદ્યા મંદિર હડદડ (બોટાદ) માં વેકેશન પૂરૂ થતાં જ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા સ્નેહમિલન નો કાર્યક્રમ સતત બે દિવસ સુધી યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્નેહમિલનને અનુલક્ષીને એક મિનિટ ની વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ધો-૫ થી ધો- ૯ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપુર્વક્ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ફુગ્ગા ફોડ, બીસ્કિટ ખાવા, લીંબુ ચમચી,ત્રિ પગી દોડ જેવી વિવિધ રમતોનુ આયોજન કરાયું હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થી ઓ ને શાળાના પ્રમુખ વિનોદભાઈ કાલસરિયા, મંત્રી વિજયભાઈ ઘાઘરેટીયા અને શાળાના આચાર્ય અરવિંદભાઈ બાવળીયાએ પ્રોત્સાહિત ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા હતા.