ગઢડામાં 800 થી વધુ કાર્યકરો કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જવાનો મામલો, આ અંગે કોઇપણ પ્રકારની કોંગ્રેસ કે મતદારોમાં અસર પડશે નહિઃ કિશોરભાઇ વેલાણી-પ્રમુખ,કોંગ્રેસ-ગઢડા
ભુતકાળમાં જનતાએ ખોબલે ખોબલે વિશ્ર્વાસ સાથે મત આપી કોંગ્રેસમાંથી ચુંટાયેલા ધારાસભ્ય પ્રવિણભાઇ મારુ જનતાનો વિશ્ર્વાસ તોડી પક્ષ પલટો કરી રાજીનામુ ધરી દીધુ હતુ અને વર્તમાનમાં 800 થી વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાતા હવે કોંગેસ પાર્ટી પર જનતાનો કેવો વિશ્ર્વાસ રહેશે??
હાલ ગુજરાતમાં વિધાનસભા ચુટણી-2022માં જીત મેળવવા દરેક રાજકિય પાર્ટીઓ અનેક કાર્યક્રમો યોજી જનતાને મનાવવાના સતત પ્રયાસો કરાઇ થઇ રહ્યા છે.વળી અમુક જગ્યાએ રાજકિય પાર્ટીઓમાં નારાજ નેતાઓ દ્વારા પાર્ટી સાથે છેડો ફાડિ અન્ય પાર્ટીઓમાં જોડાવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.તેવો જ કિસ્સો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમા બે દિવસ પુર્વે કોંગ્રેસના પુર્વ પ્રમુખ સહિતના પીઢ કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડી કેન્દ્ર્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.જેને લઇ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો હતો. જે અંગે ગઢડા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કિશોરભાઇ વેલાણી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે દરેક લોકો પોતપોતાના વિચાર પર ચાલતા હોય છે. ચુટણી ટાણે આવુ બધુ ચાલતુ જ હોય છે. અમારા પાર્ટીના ભાજપમાં જોડાયા છે તો ભાજપના પણ અમુક કાર્યકરો કોંગ્રેસમાં પણ જોડાયા છે. ભલે જુના મિત્રો ગયા પણ તેનાથી કોંગ્રેસને કઇ ફેર નહિ પડે કોંગ્રેસે તો તેમને ઘણુ બધુ આપ્યુ છે. જે લોકો વર્ષોથી કોંગ્રેસ સાથે જાડાયેલા છે તેઓ કોંગ્રેસને જ મત આપવાના છે કોંગ્રેસને કોઇપણ નુકશાની થશે નહી.મતદારો પર પણ કોઇ અસર નહિ પડે. અને આગામી ચુટણી પરીણામમાં કોંગ્રેસ જ જંગી બહુમતી સાથે વિજયી થશે તેવો અમોને પુરો વિશ્ર્વાસ છે.તેમ ગઢડા શહેર કોંગ્રેસ સમિતીના કાર્યકારી પ્રમુખ કિશોરભાઇ વેલાણી દ્વારા નિવેદન આપતા જણાવ્યુ હતુ.