બોટાદમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા
૩૧૬ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર મારફતે મતદાન કર્યું
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા – બોટાદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચુંટણી – ૨૦૨૨ અંતર્ગત આજે ચૂંટણી ફરજ પર રોકાયેલા ૩૧૬ કર્મયોગીઓએ પોસ્ટલ બેલેટ મારફત મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લાધો હતો.લોકશાહીને ધબકતી રાખવા માટે વધુમાં વધુ મતદાન ખૂબ જ જરૂરી હોવાથી વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માં જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમોની સાથે સાથે હાલમાં પોસ્ટલ બેલેટથી મતદાનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. જે અન્વયે ચૂંટણી ફરજ પર રોકાયેલા ૩૧૬ અધિ કારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર મારફતે મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી.