મતદાન જાગૃતિ અંગે
હડદડ શ્રી કષ્ટભંજન વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા બોટાદ એસ.ટી.ડેપો મા રંગોળી અભિયાન હાથ ધરાયું
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા- રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી- ૨૦ ૨૨ ને એક ઉત્સવની જેમ ઉજવવાનો અભિગમ અપનાવવામાંઆવ્યો છે. જે અંતર્ગત વિધાન સભાની સામાન્ય ચૂંટણી માં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરે તે માટે જન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અન્વયે બોટાદ જિલ્લા ની હડદડ શ્રી કષ્ટભંજન વિદ્યા મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બોટાદ શહેરના પાળીયાદ રોડ સ્થિત એસ.ટી. ડેપો ખાતે મતદાન જાગૃતિ અર્થે રંગોળી બનાવી બાળકોએ લોકોને મતદાન અંગે સંદેશ આપ્યો હતો. આ તકે શાળાના પ્રમુખ વિનોદભાઈ કાલસરિયા,મંત્રી વિજયભાઈ ઘાઘરેટિયા, આચાર્ય અરવિંદભાઈ બાવળીયા અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા હાર્દિક શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતાં.