૧૦૬ વિધાનસભા અને ૧૦૭ વિધાનસભાના ભાજપ ના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે આવેલા વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના અધ્યક્ષ માનનીય જયપ્રકાશ નડ્ડા ની ખાસ ઉપસ્થિતિમાં એક જંગી જાહેર સભા ગઢડા મુકામે ઘેલા નદીના રિવરફ્રન્ટ ખાતે યોજાઇ.
બોટાદ ભારતીય જનતા પાર્ટી અને ગઢડા શહેર ગઢડા તાલુકા અને વિવિધ મોરચા થી લઈ માર્કેટિંગ યાર્ડ દૂધ સંઘ વિગેરે એ જે.પી.નડ્ડાજીનું અદકેરું સન્માન કર્યું હતું, દૂધ સંઘના ચેરમેન શ્રી ભોળાભાઈ રબારી અને મેપાભાઇ મારુ એ પરંપરાગત પહેરવેશ પાઘડી અને કોટી પહેરાવી જે.પી.નડ્ડાજીનું શ્રેષ્ઠતમ સન્માન કર્યું હતું.
શ્રી જે.પી.નડ્ડાજીએ તેમના વક્તવ્યમાં કોંગ્રેસને આડેહાથ લીધી હતી અને ૭૫ વર્ષ સુધી દેશને તોડવાનું કામ કર્યું છે, ધર્મ, જાતિ, કોમ,ગામ આધારિત લોકોને વિખુંટા પાડી એકબીજા સાથે લડાવવાનું કામ કોંગ્રેસ કરતી આવી છે ત્યારે ભાજપ દ્વારા છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં અંત્યોદયથી સર્વોદય સુધીનું સૌનું ધ્યાન રાખી સૌને સાથે રાખી વિકાસનું એક નવું મોડલ પ્રસ્થાપિત થયું છે, સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સાથે ગુજરાતમાંથી નવી એક રાજકીય સંસ્કૃતિ પેદા થઈ છે, ત્યારે આવનારા સમયમાં ભારત સિદ્ધિના સર્વોત્તમ શિખર ઉપર પહોંચી શકે તેવી ભારતીય જનતા પાર્ટીની હૃદયની ભાવના આજે આપ સર્વના સાથ સહકારથી સાકાર થવા જઈ રહી છે, આજે હું ગઢડા ના ઉમેદવાર મહંત શંભુનાથજી મહારાજ અને બોટાદના શ્રી ઘનશ્યામભાઈ વિરાણીને આપના આશીર્વાદ મળે તેવી વિનંતી કરવા આવ્યો છું.
સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, ધારાસભ્ય શ્રી આત્મરામભાઈ પરમાર, સૌરભભાઇ પટેલ, જીવરાજભાઈ ધારૂકા,પ્રવીણભાઈ મારું,૧૦૬ ગઢડાના ઉમેદવાર મહંત શ્રી શંભૂનાથ ટુંડિયા,૧૦૭ બોટાદના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણી,અરવિંદભાઈ વનાલીયા, સુરેશભાઈ ગોધાણી, ભોળાભાઈ રબારી, ચંદ્રકાંતભાઈ લાઠીગરા, હમીરભાઈ લાવડિયા, ભીખુભા વાઘેલા સહિતના જિલ્લા,તાલુકા અને શહેર ભાજપના પદાધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રમાં ચૂંટાયેલા હોદ્દેદારો અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.