બોટાદ જિલ્લામાં ત્રણેય વિધાનસભા બેઠક પર ભાજપના ચૂંટણી પ્રચારનો ધમધમાટ થી, ગઢડા શહેરોમાં સંગઠનનાં હોદ્દેદારો ડોર ટુ ડોર જઈ મતદાતાઓને મળી પ્રચાર શરુ
બોટાદ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે બોટાદ જિલ્લાનાં ચાર તાલુકામાં કુલ ત્રણ વિધાનસભા બેઠક લાગુ પડે છે તેમાં ગઢડા વિધાનસભા બેઠક 106 બોટાદ વિધાનસભા બેઠક 107 અને ધંધુકા વિધાનસભા બેઠક 59 પર ભાજપના હોદ્દેદારો કાર્યકરો જોર શોર થી પ્રચાર કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે કાર્યાલય માં વિધાન સભાની ચૂંટણી ની તૈયારી સાથે આજરોજ ગઢડા વિધાનસભા બેઠક નંબર 106 પર નગરપાલિકા વિસ્તારના તમામ વોર્ડમાં ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઘર જઈ ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ શરૂ કર્યો છે.
ઝાંઝરકાના મહંત અને બીજેપીના ઉમેદવાર શંભુનાથજી ટુંડિયા પ્રચાર કાર્યક્રમનો ઝોમ અને જુસ્સો જોતા પદાધિકારીઓએ ત્રણેય બેઠકો પર વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કરે છે.
ચંદ્રકાંતભાઇ લાઠીગરા, શહેર ભાજપ પ્રમુખ ગઢડા.અરવિંદભાઈ વનાળીયા, પ્રમુખ બોટાદ જીલ્લા ભાજપ.