બોટાદ નો જનસંઘ થી સંબંધ છે દેશમાં પહેલી નગરપાલિકા બોટાદે આપી….. નરેન્દ્ર મોદી
બોટાદ માં જંગી જાહેર સભા સંબોધતા નરેન્દ્ર મોદી
સંતો દ્વારા વડાપ્રધાન નું કરાયું ભવ્ય સ્વાગત
નરેન્દ્ર મોદીનુ સ્ટેજ પર આગમન થતા મોદી –
મોદીના નારા લાગ્યા .
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા- ગુજરાતમાં ચૂંટણી નો સંગ્રામ જામ્યો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય ના નેતાઓ ગુજરાતના ગામડાઓમાં જાહેર સભાઓ ગજવી મતદારોને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આજે ૨૦ નવેમ્બર ને રવિવારે બોટાદ શહેરના હડદડ રોડ , ત્રિકોણી ખોડીયાર, આદર્શ સ્કૂલ સામે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની બોટાદ ગઢડા, ધંધુકા, જસ દણના ઉમેદવારો માટે જાહેર સભા યોજવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ના પગલે
પાળીયાદ વિસામણબાપુ ની જગ્યા , બોટાદ ભજનાનંદ આશ્રમ અને ગઢડા રોડ પરના સ્વામિ નારાયણ ગુરૂકુળ, ગઢડા ગોપીનાથજી મંદિર , સાળંગપુર હનુમાનજી મંદિર ના સંતો મહંતો દ્વારા નરેન્દ્રમોદી નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ભાજપના આગેવાનો દ્વારા નરેન્દ્ મોદી નુ ભવ્ય સ્વાગત કરાયુ હતું . નરેન્દ્ર મોદીનુ સ્ટેજ પર આગમન થતા મોદી – મોદી ના નારા અને ફિર એક બાર મોદી સરકારના નારા લાગ્યા હતા. સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું હતું કે બોટાદ નો જન સંઘ થી સબંધ છે. દેશમાં સૌ પ્રથમ બોટાદે નગર પાલિકા આપી હતી. એટલે હું આજે બોટાદનો આભાર માનવા આવ્યો છું. બોટાદે ક્યારે સાથ છોડ્યો નથી. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યુ હતું . પહેલા ચૂંટણીના મુદ્દાઓ ગોટાળાઓથી ભરાયેલા રહેતા હતા જ્યારથી ભાજપ નો વિજય થયો છે ત્યાર થી ચૂંટણીનો મુદ્દો વિકાસનો હોય છે. હિન્દુસ્તાન ની તમામ પાર્ટીઓને વિકાસની વાત કરવા મજ બૂર કરી દીધા અને આડકતરી રીતે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમજ ભાજપ સરકાર દ્વારા જે યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી તેનાથી લોકોને માહિતગાર કરાયા હતા તેમજ ગુજરાતને હજુ વધુ સમૃદ્ધ અને ચેતનવંતુ બના વવા માટે ફરીવાર ભાજપ પર વિશ્વાસ મૂકી ચારેય ઉમેદવારોને જીત અપાવવા અને ભૂતકાળ કરતાં પણ આ વખતે વધારેમાં વધારે મતદાન કરવા જણાવ્યું હતું.
આજે યોજાયેલ આ જંગી જાહેર સભામાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ડો. ભારતીબેન શિયાળ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુજપરા, બોટાદ વિધાન સભા ના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણી, ગઢડા બેઠકના ઉમેદવાર શંભુપ્રસાદ ટુંડિયા, જસદણના કુંવરજીભાઈ બાવળીયા, ધંધુકાના ઉમેદવાર કાળુભાઈ ડાભી, બોટાદના પૂર્વ ધારા સભ્ય અને કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ ગઢડા ના પૂર્વ ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર સહિત બોટાદ , ગઢડા ,ધંધુકા, જસદણ ના ભાજપ ના આગેવાનો,પદાધિકારીઓ , કાર્ય કરો અને વિશાળ સંખ્યામાં ચારેય વિધાનસભા બેઠક મત વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદો બસ્ત ગોઠવવામાં આવેલ.