જુનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે જલારામ મંદિર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું.
કેશોદ જલારામ મંદિરના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ કાનાબાર ના જણાવ્યા મુજબ આજરોજ કેશોદ જલારામ મંદિર ખાતે જુદાજુદા ચાર કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે યોજાતા મોતિયાના ઓપરેશન માટેના કેમ્પ, ચામડીના દર્દ માટેના કેમ્પ, સાંધાના દુખાવા સાયટીકા કે અન્ય દુખાવા માટે નો કેમ્પ તેમજ ડાયાબિટીસ ચેક અપ કેમ્પ યોજવામાં આવેલો હતો આ મેગા કેમ્પમાં 400 ઉપરાંત દર્દીઓ ચેકઅપ માટે આવેલા હતા. મોતિયાના ઓપરેશન માટે લગભગ 300 જેટલા દર્દીઓને તપાસી અને એકસો જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ચામડીના રોગો માટે ડોક્ટર શ્યામ પાનસુરીયા, હાડકાના દર્દી માટે વૈદ્ય ઉમેશભાઈ ભટ્ટ દ્વારા 30 જેટલા દર્દીઓને તપાસી નિશુલ્ક દવાઓ આપવામાં આવી હતી તેમજ ડાયાબિટીસના દર્દીઓને જીગ્નેશભાઈ ચાંદેગરા દ્વારા ચેકઅપ કરવામાં આવેલ હતા.
આજરોજ યોજાયેલા મેગા કેમ્પમાં કેમ્પ ની શરૂઆત પત્રકાર જયભાઈ વિરાણી તથા મધુબેન રાવલીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરે શરૂઆત કરવામાં આવેલ હતી આ કેમ્પના મુખ્ય દાતા અરજણભાઈ જીવાભાઇ જોટવા સુપાસીવાળા તરફથી સર્વે દર્દીઓને ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી…
રિપોર્ટર..નરેન્દ્ર કલાણીયા-કેશોદ