સવિનય સાથે જણાવવાનુ કે તળાજા માર્કેટિંગ યાર્ડમા અમુક વેપારીઓ દ્વારા ખેડુતોને કપાસમા લૂંટવાની જાદુઇ અધાર પછેડી ઓઢીને મુગી રમત ચાલતી હતી સલાખે (લુગડે) એક કિલો કાપવાનુ અને વાહને દસ કિલો કપાસ કાપવાનો તાલીબાની કાયદો ઠોકી બેસાડ્યો તેની ખેડુત આગેવાનોને જાણ થતાં તળાજા માર્કેટિંગ યાડૅના પ્રમુખશ્રી ભીમભાઇ.ડાયરેક્ટરશ્રી ઘનશામસિહ મુખી.હરજીભાઇ ધાધંલીયા.સેકેટરીશ્રી વિગેરેની હાજરીમા આજે તા.૧૭/૧૧/૨૦૨૨ ના રોજ સવારે ૧૦ કલાકે યાડૅમા અગત્યની મીટીગ મળેલી તેમા જીલ્લાના ખેડુત અગ્રણીઓ વાળા ભરતસિહ પોપટભા (તરેડી) દશરથસિહ ગોહીલ તણસા,રમેશભાઇ જાની (સાખડાસર) ભરતસિંહ યાદવ(તણસા.વાવડી) કિસાન ક્રાતિ પ્રમુખ ઘોઘા.મકનભાઇ (તણસા.વાવડી) કિસાન સંઘ પ્રમુખ ઘોઘા વિગેરે આગેવાનોની હાજરીમા યાડૅના પ્રમુખશ્રી.ડાયરેકટરોશ્રી.સેકટરીશ્રી વિગેરેએ ખેડુત અગ્રણીઓની વાત યોગ્ય છે તેથી ખેડુતો તરફી હમદર્દી દાખવી બે દિવસમા આવતા શનીવારે વેપારીઓને બોલાવી ખેડુતોની તરફેણમા નીર્ણયો લેશુ અને સોમવારથી વાહને દસ કિલો કપાસ કાપવાનુ સંદતર બંધ કરવાનો કડક ઠરાવ કરશુ.તેમજ સલાખો (લુગડુ) ૪૦૦ થી ૬૦૦ ગ્રામનુ હોય છે તેનુ ખાલી વજન કાપશે ઉભામાપે એક કિલો કાપે છે તેથી ખેડુતોને રૂપીયા ૩૦ થી ૫૦ ઓછા મળે છે તે બંધ થશે.તેમજ યાડૅમા કપાસ વેચાયા પછી જેતે વેપારીના બે થી સાત કિલોમીટર દૂર વાહન ખાલી કરવા જીનીગે જવુ પડે છે અને જીનીગે ખેડુતનો અડધો કપાસ ખાલી થયા પછી કપાસ નબળો છે.હવા વધારે છે.પેસી-ગોગડા.કચરો છે વિગેરે બહાના બતાવીને આ કપાસ નહિ ચાલે પાછો ભરી લો તેવી રોન કાઢી ખેડતને ૧૦૦ થી ૩૦૦ રૂપીયા ભાવ ઓછો આપવાની લૂટ ચાલે છે તે સંદતર બંધ કરાવવા ભરતસિંહ વાળા અને દશરથસિહે આક્રોશ સાથે ધારદાર રજુઆત કરી.અને આવા ગંભીર મુદે યાડૅના સત્તાધીશોએ લાલઘૂમ થવુ પડશે અન્યથા અમો લાલઘૂમ થશુ તેવી ચીમકી ઉચ્ચારી થોડીવાર વાતાવરણ તંગ થયુ હતુ તેથી યાડૅના પ્રમુખશ્રી ભીમભાઇ વિગેરેએ ખેડુતોનો કપાસ યાડૅમા જાહેર હરાજીથી વેચાયો હોય તેમા પાછળથી જીનીગે જુદાજુદા બહાના બતાવી ઓછો ભાવ આપવામા આવે છે તે અમો હરગીઝ ચાલવા દેશુ નહિ તેવુ જણાવેલ અંતે તમામ નીર્ણયો ખેડુતાના હિતમા લેવાયા તેથી ખેડુત અગ્રણીઓ એ ખુશી વ્યક્ત કરી.તેમજ છેલ્લે ભરતસિહ વાળાએ ભાવનગર,મહુવા.ઉંઝા, ગોંડલ.રાજકોટ જેવા મોટા યાર્ડોમાં ખેડુતાના મતથી જીતેલા યાડૅના સત્તાધીશોની દેખરેખ નીચે ખેડુતોને લૂટવાની માનીતા વેપારીઓ સાથે સાઠગાંઠ ચાલે છે તેના કરતા તળાજા માર્કેટિંગ યાડૅના સત્તાધીશો અને કર્મચારીઓ અનેક ગણા પ્રમાણીક છે તે હકીકત સ્વીકારવી રહી તેવુ જાહેરમાં કહેલુ.
ખાસનોધ:- તળાજા માર્કેટિંગ યાડૅમા ખેડુતો સાથે કપાસમા ખુલ્લેઆમ લૂટબાજી ચાલે છે છતાં સત્તાધારી પક્ષના નેતાઓ ખેડુતોની સરકાર છે તેવા બણગાં ફુકે છે અને ખેડુતોના મત લેવામા મશગુલ છે.તેમજ વિરોધ પક્ષના નેતાઓ ચોરના ભાઇ ઘંટીચોર હોય તેવું સાબીત થાઇ છે.તેમજ અમો ઇમાનદાર અને પ્રમાણીક છીએ તેવા ભાષણો કરીને ખેડુતોના મત મેળવવાની ગુંદી રમતો ચાલે છે હવે બીચારો ભોળો ખેડુત જાય તો જાઇ ક્યાં “‘ વન ગ્યા તો વનમા આગ “” આ લોકશાહીના રાજકીય પક્ષોના નેતાઓ કરતા તો જુના જમાનાના બહારવટીયાઓ હજારો વખત સારા હતા હવે તો ખેડુતો સંયભૂ જાગૃત થાય તોજ આ ત્રાસમાથી મુક્તિ મળે તેમ વાળા ભરતસિંહ પોપટભા (તરેડી) ખેડુત અગ્રણી ભાવનગર જણાવી રહ્યાં છે.
વેપારીઓ દ્વારા ખેડુતોને કપાસમા લૂંટ
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -