બોટાદમાં વિશાળ જનમેદની ઉપસ્થિતિમાં
ભાજપનુ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુકાયુ
૧૦૭-બોટાદ વિધાનસભાના ઉમેદવાર ઘનશ્યામ ભાઈ વિરાણી દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરાયા
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા- આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇ બોટાદ શહેરના પાળી યાદ રોડ સ્થિત એસ. ટી. ડેપો ની સામે ૧૦૭-બોટાદ વિધાનસભા બેઠક નુ ભાજપનુ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુકાયુ હતુ.
ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ ઘાટન પ્રસંગે ૧૦૭-બોટાદ વિધાન સભા બેઠક ના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણી, ભાજપ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતીબેન શિયાળ , ભાજપના જિલ્લા પ્રભારી અમોહ શાહ, બોટાદ ના પૂર્વ ધારાસભ્ય ડો.ટી.ડી. માણીયા, કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા, સહિત ભાજપના આગેવાનો ,કાર્યકરો અને શહેરીજનો ની વિશાળ ઉપસ્થિતિમાં કાર્યાલય ખુલ્લુ મુકાયું હતું.
૧૦૭-બોટાદ વિધાનસભાના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણી દ્વારા આજથી પ્રચારના શ્રી ગણેશ કરતા ચોમેરથી પ્રચંડ પ્રતિસાદ જોવા મળ્યો હતો.