જસદણ તાલુકામાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ તુટી…
ભાજપના ઉમેદવારશ્રી કુંવરજીભાઈ બાવળીયાની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા.
ગઈકાલે ભાડલા ખાતે ઉમેદવારી પત્રક રજુ કરવા અનુસંધાને યોજાયેલ કાર્યક્રમમાં જસદણ તાલુકા કોંગ્રેસ ઉપ પ્રમુખ ડો. ચિરાગ કાકડીયા તથા મહામંત્રી અશોકભાઈ દુધરેજીયા તથા તાલુકા મહાસચિવ વલ્લભભાઈ રાજપરા તથા તાલુકા આગેવાન હસુભાઈ મેટાળીયા તેમજ જસદણ તાલુકા કોંગ્રેસ મહિલા મોરચા પ્રમુખ રિંકલબેન કાકડીયા સહિતના કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકરો અને આગેવાનોને મોટી સંખ્યામાં કોંગ્રસ છોડી ભાજપમાં વિધિવત રીતે જોડાયા.