રાજકોટએક કલાક પહેલા
ગોપાલ અનડકટ ટિકિટ માટે દાવો કરી રહ્યા છે
ગુજરાત વિધાનસભાની 182 બેઠકની ચૂંટણી માટેના ઉમેદવારો ભાજપે જાહેર કરી દીધા છે અને જ્ઞાતિઓના મહત્વનું સંતુલન રાખ્યાની છાપ ઉભી કરવામાં આવી છે ત્યારે વેપાર, ઉદ્યોગ, સામાજીક, રાજકીય સહિતની પ્રવૃત્તિમાં અગ્રેસર અને દેશ-વિદેશમાં કામ ધંધાથી નામના મેળવનાર એવા રઘુવંશી સમાજને ભાજપે માત્ર મતદાર વર્ગમાં ગણીને ઘોર અવગણના કર્યાનો રોષ છલકાયો છે. બીજી તરફ કોંગ્રેસમાં પણ રઘુંવશી નેતાને ટિકિટ ન આપતા વિરોધનો વંટોળ શરુ થયો છે. જ્યાં કોંગ્રેસે હજુ વિધાનસભા 69માં પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી, આ બેઠક માટે મનસુખ કાલરિયા અને ગોપાલ અનડકટ ટિકિટ માટે દાવો કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટ-69ની બેઠક પર દાવો કરનાર કોંગ્રેસ નેતા ગોપાલ અનડકટના સમર્થનમાં અનેકે કાર્યકરોએ બહુમાળી ભવન ખાતે એકત્ર થયા હતા. વિધાનસભાની ટીકીટ ગોપાલને મળે તેવી માંગ સાથે રઘુવંશી સમાજમાંથી પણ કાર્યકરો પહોંચ્યા હતા.
જેતપૂરમાં ઉમેદવારને હટાવવા માંગ યુવાનોની બેઠક મળીગુજરાત વિધાનસજેતપૂરમાં ઉમેદવારને હટાવવા માંગ યુવાનોની બેઠક મળીભાની ચૂંટણીઓ માટે રાજકીય પાર્ટીઓએ પોતાના મુરતિયાઓ મેદાને ઉતાર્યા છે ત્યારે રાજકોટ જિલ્લાની જેતપુર-જામકંડોરણા વિધાનસભા ઉપર કોંગ્રેસના દીપક વેકરીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે દીપક વેકરીયાનું નામ જાહેર થતાની સાથે જ જેતપુરમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. તેને લઈને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ઉમેદવારને બદલવાની માંગ સાથે અસંતુષ્ટોએ રાજીનામાંની ચીમકી ઉચ્ચારી હતી.
વિરોધના ભાગરૂપે બેઠક યોજાઈ હતી.
અન્ય ઉમેદવારને ટિકિટ આપવા માંગજેતપુર-જામકંડોરણા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દીપક વેકરીયાના વિરોધના ભાગરૂપે તેમજ પાર્ટીએ કરેલા નિર્ણયને બદલવાની માંગ સાથે જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે જેતપુર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના નેતાઓ-કાર્યકર્તાઓને આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. જેમાં દીપક વેકરીયા સિવાય અન્યને ટિકિટ આપવાનો એક સુર ઉઠ્યો હતો.
દીપક વેકરીયા સિવાય અન્યને ટિકિટ આપવાનો એક સુર ઉઠ્યો
વિરોધનો વંટોળ શરૂ થયોજેતપુર-જામકંડોરણા વિધાનસભા ઉપર કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત કરતા કોંગ્રેસના આગેવાનોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પાર્ટી દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારને લોકો હજી પૂર્ણ રીતે ઓળખતા નથી. જો પાર્ટી પોતાનો નિર્ણય બદલે નહીં કે બીજો ઉમેદવાર જાહેર નહીં કરે તો રાજીનામાંઓના દોર શરૂ થશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર વિરોધના બાબતને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં વિરોધનો વંટોળ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે…