Saturday, June 3, 2023
HomeBreaking newsચૂંટણી પૂર્વે રાજ્યવ્યાપી દરોડા: ATS અને GSTના રાજ્યની 150 જગ્યાઓએ દરોડા, નકલી...

ચૂંટણી પૂર્વે રાજ્યવ્યાપી દરોડા: ATS અને GSTના રાજ્યની 150 જગ્યાઓએ દરોડા, નકલી બિલ બનાવી કરોડોની લેવડદેવડ સામે કાર્યવાહી

અમદાવાદ2 કલાક પહેલા

કૉપી લિંક

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે .તેવામાં એટીએસ અને જીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરતા આખા રાજ્યમાં 150 જગ્યા પર દરોડા પાડ્યા છે.અમદાવાદ, ભરુચ, સૂરત, ભાવનગર અને જામનગરમાં દરોડા પાડ્યા છે. એજન્સીઓએ નકલી બિલના નામ પર કરોડો રુપિયાની લેવડદેવડના મામલાને લઈને આ કાર્યવાહી કરી છે. થોડા દિવસ પહેલા જ સૂરત પોલીસે લગભ 500 કરોડ રૂપિયાના ગોરખધંધાનો ખુલાસો કર્યો હતો. તે સમયે 21 લોકોની ધરપકડ કરી હતી.

ગુજરાત એટીએસના અધિકારી દીપનભદ્રને જણાવ્યું હતું કે ATS અને જીએસટી બંનેના સંયુક્ત દરોડા રાજ્યમાં પાડવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણી અગાઉ મોટા પાયે કાળા નાણાના મળવાથી મોટી આશંકા સેવવામાં આવી રહી છે. અટકળો પણ છે કે ચૂંટણી પહેલા આ દરોડાના કારણે ગેરકાનૂની ગતિવિધિ અટકાવવાના પ્રયાસ ATS દ્વારા કરવામાં આવી રહ્યા છે.આ જ પરિપેક્ષ્યમાં પાડવામાં આવેલા દરોડામાં વિવિધ જિલ્લાઓમાઠી બિઝનેસ હાઉસ અને બ્રોકર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર સત્તામાં છે અને આ વખતે બાકી બે પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ઘણી બધી રીતે અમુક ઉમેદવારો ચૂંટણી જીતવા માટે પોતાનું તમામ જોર લગાવે તે દેખીતું છે. માટે આચારસંહિતા દરમિયાન કોઈ નિયમનો ભંગ ન થાય તેનું પણ ધ્યાન રાખવામા આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments