દ્વારકા ખંભાળિયા2 કલાક પહેલા
કૉપી લિંક
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા તમામ દિશાઓમાં કડક ખાતે કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત જિલ્લામાં અનેકવિધ ગુનાઓ સાથે સંડોવાયેલા શખ્સોને પોલીસે પાંજરે પૂરી, પાસા અંગેની કાર્યવાહી કરી હતી. આ અંતર્ગત જિલ્લાના ખંભાળિયા કલ્યાણપુર તથા દ્વારકા તાલુકાના ત્રણ શખ્સો સામે પાસા મંજૂર કરાવી જેલ હવાલે કર્યા છે. જ્યારે બીજી બાજુ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ તંત્ર દ્વારા દેશી-વિદેશી દારૂ અંગેની પ્રવૃત્તિ સામે કડક કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે શુક્રવારે પોલીસે ડઝન બંધ ગુનાઓ નોંધ્યા છે.
દ્વારકા જિલ્લાના ત્રણ રીઢા ગુનેગારો સામે પાસા અંગે કાર્યવાહીખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને શરીર સંબંધિત જુદા જુદા ગુનાઓ જેની સામે નોંધાયા છે, તેવા ઈમરાન રજાક સંઘાર, આ જ રીતે મીઠાપુરના એભાભા વિરાભા સુમણીયા, તેમજ દારૂ અંગેના જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા વેજાભા નાનભા કેર નામના કુલ ત્રણ શખ્સો સામે જિલ્લા પોલીસ નિતેશ પાંડેય એ કડક વલણ અપનાવી, પાંસા અંગેની દરખાસ્ત તૈયાર કરી છે. અહીંના જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા સમક્ષ મૂકવામાં આવી હતી.જિલ્લા કલેક્ટર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને તકેદારીના પગલાં રૂપે તાકીદનો નિર્ણય લઇ, આ ત્રણેય શખ્સો સામેની પાસાની દરખાસ્ત મંજૂર રાખવામાં આવી હતી. જે સંદર્ભે પોલીસે ઉપરોક્ત ત્રણેય શખ્સો સામે વોરંટી ઇસ્યુ કરી, મીઠાપુરના એભાભા સુમણીયા અને લાંબાના વેજાભા કેરને સુરતની મધ્યસ્થ જેલ ખાતે જ્યારે સલાયાના ઇમરાન સંઘારને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.
દેશી-વિદેશી દારૂ સામે પોલીસ તંત્રની લાલ આંખઆ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે ગઈકાલે ભાણવડ પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન બરડા ડુંગર વિસ્તારમાં આવેલા રાણપર ગામની વીડી વિસ્તારમાં દરોડો પાડી, રાણપર ગામના ભીખા માંડા રબારી નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો 350 લીટર દેશી દારૂ પકડી પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ. 7 હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પરંતુ આરોપી ભીખા માંડા રબારી પોલીસને હાથ લાગ્યો ન હતો. જે સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો છે.
ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાનદ્વારકા પોલીસે કાનદાસ બાપુના આશ્રમ પાસે રહેતા અર્જુન નવીન માણેક નામના 22 વર્ષના શખ્સને રૂ. 2 હજારની કિંમતની વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપી લીધો હતો. કલ્યાણપુર તાલુકાના ભાટવાડિયા ગામે પોલીસે મોડી રાત્રીના સમયે દરોડો પાડી, દેશી દારૂ, દારૂ બનાવવાના આથા તેમજ દારૂની ભઠ્ઠીના જુદા જુદા સાધનો ઉપરાંત મોટરસાયકલ, મોબાઈલ ફોન વગેરે મળી, કુલ રૂ. 17 હજાર 550ના મુદ્દામાલ સાથે ભાટવાડીયા ગામના વનરાજભા રાણાભા બઠીયા નામના 28 વર્ષના હિન્દુ વાઘેર શખ્સને ઝડપી લીધો હતો. આ કાર્યવાહીમાં ભાટીયા ખાતે રહેતા સાગર કરમણ ગઢવી નામના શખ્સનું નામ ખુલતા પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, વનરાજભાની અટકાયત કરી, સાગર કરમણ ગઢવીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
મુદ્દામાલ કબજે કર્યોકલ્યાણપુર તાલુકાના માલેતા ગામે આવેલા સરકારી ખરાબા પરના તળાવ પાસે પોલીસે દરોડો પાડી, દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા રવિરાજસિંહ અજીતસિંહ જાડેજા, અશોક કારૂ પરમાર અને વાલા સીદા મુછડીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, 300 લીટર દારૂ બનાવવાનો આથો, 40 લિટર દારૂ, ગેસ સિલિન્ડર વગેરે મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની કાર્યવાહીથી દારૂડિયા તત્વોમાં દોડધામખંભાળિયાના ધરાનગર વિસ્તારમાં આવેલા ગોવિંદ તળાવ પાસે રહેતા લખમણ કરમણ ભાચકન નામના શખ્સના રહેણાંક મકાનમાં ગત સાંજે પોલીસે દરોડો પાડી, 50 લિટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં આ જ વિસ્તારમાં રહેતા રામ કરસન ભાચકન અને હરસિધ્ધનગર વિસ્તારમાં રહેતા રાણા નાગસી ભાચકન નામના બે શખ્સોના નામ પણ ખુલ્યા છે. જેની શોધખોળ પોલીસ હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીથી દારૂડિયા તત્વોમાં દોડધામ મચી જવા પામી છે.
અન્ય સમાચારો પણ છે…