Saturday, June 3, 2023
HomeBreaking newsફરાર આરોપી 9 વર્ષે ઝડપાયો: સાંથલમાં ચોરીને અંજામ આપી ફરાર થયેલા આરોપીને...

ફરાર આરોપી 9 વર્ષે ઝડપાયો: સાંથલમાં ચોરીને અંજામ આપી ફરાર થયેલા આરોપીને દ્વારકાના દરિયા કિનારેથી એસઓજી પોલીસે દબોચી લીધો

મહેસાણા2 કલાક પહેલા

કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલા સાંથલ પોલીસ મથકમાં નવ વર્ષ અગાઉ ચોરીના ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. બાદમાં આરોપીનો ક્યાંય પત્તો ન મળતા નવ વર્ષ વીતી ગયા હતા. હાલમાં મહેસાણા એસઓજી ટીમે આ મામલે વર્ક આઉટ કરી બાતમી આધારે આરોપીને દ્વારકાના દરિયા કિનારેથી દબોચી લઇ મહેસાણા લાવવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ મથક વિસ્તારમાં નવ વર્ષ અગાઉ ચોરીને અંજામ આપ્યા બાદ સુભાણીયા યુસુફ નામનો આરોપી ફરાર થઈ ગયો હતો. નવ વર્ષ વીતવા છતાં આરોપી મળ્યો નહોતો. મહેસાણા એસઓજી ટીમ આરોપીનો ડેટા કાઢી છેલ્લા દસ દિવસથી ઝડપવા કામે લાગી હતી, જ્યા આરોપી દ્વારકા હોવાની જાણ થતાં મહેસાણા એસઓજીની એક ટીમ દ્વારકા જઈ આરોપીને દબોચી લીધો હતો.

આરોપી દરિયા કિનારે માછલીઓ પકડતો હતોને પોલીસે ઝડપ્યોમળતી માહિતી પ્રમાણે મહેસાણા એસઓજી ટીમ તસ્કરને ઝડપવા કામે લાગી હતી. આ દરમિયાન આરોપી અંગે પોલીસને જાણ થઈ હતી કે, આરોપી દ્વારકામાં માછલી પકડવાનું કામ કરે છે ત્યારે આરોપી દરિયા કિનારે માછલી પકડવા જાય એ પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો.ફરાર આરોપીને ઝડપવા પોલીસે ડ્રાઈવ યોજીમહેસાણા એસઓજી ટીમને પી.આઈ એ યુ.રોજે જણાવ્યું કે, મહેસાણા જિલ્લાના તમામ પોલીસ મથકમાં ગુનાહિત પ્રવૃતિઓ આચર્યા બાદ વર્ષોથી ફરાર થયેલા આરોપીઓને ઝડપવા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. જેમાં તમામ ભાગેડુ આરોપીના લિસ્ટ બનાવી સૌ પ્રથમ તેઓને પકળવમાં આવશે જેથી જુના કેસનો નિકાલ આવી શકે.

અન્ય સમાચારો પણ છે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments