Friday, September 29, 2023
HomeBreaking newsરજૂઆત: કંડલા પોર્ટ દ્વારા સીવીસીના નિયમોનું ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ રાષ્ટ્રપતિને કરાઈ

રજૂઆત: કંડલા પોર્ટ દ્વારા સીવીસીના નિયમોનું ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ રાષ્ટ્રપતિને કરાઈ

કચ્છ (ભુજ )2 કલાક પહેલા

કૉપી લિંક

કંડલા સ્થિત દિન દયાદ પોર્ટ ઓથોરિટી દ્વારા સીવીસીના નિયમોનું ધરાર ઉલ્લંઘન કરાતુ હોવાની ફરિયાદ સાથે ગાંધીધામના ધારાશાસ્ત્રીએ મહામહિમ સુધી લેખિત રજૂઆત કરી છે અને આ બાબતે તટસ્થ તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માગ કરી છે.

ગાંધીધામના વરીષ્ઠ ધારાશાસ્ત્રી વિધ્યાધર જી. ચંદનાનીએ મહામહિમ રાષ્ટ્રપતિને પત્ર લખીને જણાવ્યું કે પોર્ટના સંવેદનશીલ સ્થાનો પર રોટેશનના નિયમોને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે. નિયમાનુસારથી વધુ સમય એક પદ પર રહેવાથી ભ્રષ્ટાચારના વિકસાવવાની સંભાવના વધી જાય છે અને ત્યારબાદ સંસ્થાના પક્ષમાં કામ થતું નથી. જેથી અધિકારીઓને સંવેદનશીલ સ્થાનો પર એકજ જગ્યાએ લાંબો સમય સુધી ન રાખવા જોઇએ. કમિશન દ્વારા એવું માર્ગદર્શન પણ અપાયું છે કે પોર્ટમાં ક્યા પદોને સંવેદનશીલ માનવા જોઇએ. પત્રમાં એસ્ટેટ વિભાગમાં કાર્યરત અધિકારી ભાસ્કર અંગે નામજોગ રજુઆત કરતા જણાવાયું કે તેઓ 2016થી એટલે કે છ વર્ષથી કાર્યરત છે. 250થી વધુ ધારાશાસ્ત્રીઓ, સલાહકારો અને લીઝ ધારકોએ ચેરમેનને પત્ર લખીને આ અંએ રજુઆત કરી હતી, પરંતુ તે અંગે કોઇ કાર્યવાહી કરાઈ નથી.

દરણ્યન તાજેતરમાં નિતિન શાહની ફરિયાદના આધારે એ. એન્જિનીયર ગોહીલની ટ્રાન્સફર કરાઈ હતી, પરંતુ રજુઆતો છતાં અન્ય ડીવીઝનમાં બદલી ન થતા ટ્રાન્સફર અંગે રજુઆતમાં તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો. અલબત્ત આ અંગે ડીપીએના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશે જણાવ્યું હતું કે પોર્ટ પ્રશાસન તેના ધારાધોરણ મુજબ જે તે વિભાગમાં કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments