મોરબીએક કલાક પહેલા
કૉપી લિંક
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પરથી સાયકલ લઈને પસાર થતાં શ્રમિકને ડમ્પર ચાલકે ઠોકર મારી હતી. જે અકસ્માતમાં સાયકલ સવાર યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી ગયો હતો.
વાંકાનેરના સરતાનપર માટેલ રોડ પર કેવિન સિરામિકમાં રહીને કામ કરતા મનુભાઈ રૂપાભાઇ ડામોરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, દીપસીંગ રામસિંગ ભુરિયા નામનો યુવાન પોતાની સાયકલને સરતાનપર માટેલ રોડ પરથી પસાર થતો હતો. ત્યારે અજાણ્યા ડમ્પરચાલકે સાયકલને અડફેટે લીધી હતી. જે અકસ્માતમાં સાયકલ સવાર દીપસિંગ ભુરીયાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને અકસ્માત સર્જી ડમ્પરચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા ડમ્પરચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી ફરાર ડમ્પરચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અન્ય સમાચારો પણ છે…