Gujarati NewsLocalGujaratJamnagarA Whirlwind Of Protests Against BJP Giving Ticket To Meghji Chavda On Kalavad Seat, Contenders Including Former MLA Submitted To The National General Minister
જામનગર37 મિનિટ પહેલા
કૉપી લિંક
જામનગર જિલ્લાના કાલાવડ બેઠક પર ભાજપ દ્વારા મેઘજી ચાવડાને ટિકિટ આપવામાં આવતા વિરોધનો વંટોળ શરૂ થયો છે. આ બેઠક પર 56 જેટલા દાવેદારોએ ટિકિટની માગ કરી હતી. જોકે, તેમાંથી મેઘજી ચાવડાને ટિકિટ આપવામાં આવતા બાકીના દાવેદારોએ વિરોધ નોંધાવ્યો હતો. આ બેઠક પર દાવેદારી કરનાર પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી સહિતનાઓએ વિરોધ નોંધાવી રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચગ અને જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી.
અન્ય દાવેદારોએ વિરોધ કર્યોજામનગર જિલ્લાની કાલાવડ બેઠક અનામત બેઠક છે, જ્યા ભાજપ તરફથી ચૂંટણી લડવા ઈચ્છતા કુલ 56 જેટલા લોકોએ દાવેદારી કરી હતી. જેમાંથી ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે મેઘજી ચાવડાના નામની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ બેઠક પરના અન્ય દાવેદારોએ તેનો વિરોધ કર્યો હતો અને પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી સહિતનાઓએ આ અંગે રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચગ અને જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી.
મેઘજી ચાવડાના બદલે અન્ય કોઈપણને ટિકિટ આપવાની માગઆ બેઠક પર પરિવારવાદ ચાલતો હોવાની દલિત અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો. પૂર્વ ધારાસભ્ય લાલાજી સોલંકીએ આ અંગે જણાવ્યું હતું કે, આ બેઠક પર મેઘજી ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. બેઠક માટે 56 લોકોએ દાવેદારી કરી હતી જેમાંથી અમે 55 લોકો જિલ્લા કાર્યાલય ખાતે રજૂઆત કરવા આવ્યાં છીએ. એક જ પરિવારને વારંવાર ટિકિટ આપવામાં આવતા બાકીના દલીત સમાજના લોકોમાં લાગણી દુભાઈ છે જેથી અમે રજૂઆત કરવા આવ્યાં છીએ. મેઘજીભાઈ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના સભ્ય હતા, તેમજ ધારાસભ્ય પણ હતા અને અત્યારે કેન્દ્રમાં ડાયરેક્ટર પણ છે. મેઘજીભાઈના ભત્રીજાની પત્ની તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન છે. ત્યારે ફરીથી મેઘજીભાઈને જ ટિકિટ આપવામાં આવી છે. જેને લઈ દલીત સમાજના 25થી 40 વર્ષના કાર્યકર્તાઓ સમુહમાં રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુગને રજૂઆત કરવા આવ્યાં છીએ. તેઓ અમારી રજૂઆત પ્રદેશ કક્ષાએ મોકલશે જ્યાથી જે પ્રમાણે જવાબ આવે છે તે બાદ અમે અમારી આગળની રણનીતી નક્કી કરીશું. અમે 55 દાવેદારોમાંથી કોઈપણને ટિકિટ આપવામાં આવે તેવી અમારી માગ છે.
અન્ય સમાચારો પણ છે…