રાજકોટ36 મિનિટ પહેલા
કૉપી લિંક
20 સ્થળોએ દૂધ, ખાદ્ય તેલના નૂમના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સંતકબીર રોડ, પેડક રોડ વિસ્તારમાં ભગવતી ડેરી, વરિયા ફરસાણ સહિત 20 સ્થળોએ દૂધ, ખાદ્ય તેલના નૂમના લેવાયા હતા. જ્યાં ભગવતી ડેરી ફાર્મ, ચામુંડા ફરસાણ અને કિશન ફરસાણને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ ફટકરાઈ હતી.
ફૂડ વિભાગ દ્વારા બે નમૂના લેવામાં આવ્યા(1) મિક્સ મિલ્ક (લુઝ): સ્થળ –રાધે શ્યામ ડેરી ફાર્મ -શોપ નં. 1, સનમૂન પ્લાઝા,માસૂમ સ્કૂલ રોડ, શિવમ પાર્ક -૨, મોટા મવા, રાજકોટ.(2) મિક્સ મિલ્ક (લુઝ): સ્થળ –શ્રી પટેલ ડેરી ફાર્મ -બંસીધર કોમ્પ્લેક્સ, શોપ નં.8, IOC ક્વાટર પાછળ, કાલાવડ રોડ, રાજકોટ.
આ મીઠાઈ આરોગ્ય માટે હાનિકારકમનપાનાં દરોડા દરમિયાન ફૂડ શાખાના અધિકારીઓ કેમિકલ દ્વારા ટેસ્ટ કરતા માલુમ પાડ્યું કે મીઠાઈમાં સ્ટાર્ચનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. જે કારણે મીઠાઈ વજનદાર બને છે. જોકે સ્ટાર્ચવાળી મીઠાઈ ખાવાથી પેટમાં દુખાવો અને એલર્જી થવાની શક્યતાઓ વધે છે. દિવાળીપૂર્વે રાજકોટ મનપા દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. અનેક વિસ્તારોના મીઠાઈ અને ફરસાણના દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
લોકોને પણ જાગૃત રહેવાની અપીલમીડિયા સાથે વાત કરતા મનપા અધિકારી પંચાલ દ્વારા જણાવાયું હતું કે,રાજકોટ વાસીઓ મીઠાઈઓ અને ફરસાણની ખરીદી કરતા હોય છે. ત્યારે રાજકોટ મનપાનાં ફૂડ વિભાગની ટીમ સક્રિય થઇ કડક કામગીરી કરી રહી છે. જેના કારણે લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવી શકાય. આ સાથે લોકોને પણ જાગૃત રહેવાની અપીલ તેમણે કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે, આ દરોડા દરમિયાન જ્યાં અખાદ્ય ખોરાક મળી આવશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે…