Friday, September 29, 2023
Homeધર્મદર્શનપાળીયાદ પ.પુ.શ્રી વિસામણબાપુ ની જગ્યા મા અમાસનાં પ. પૂ. શ્રી વિહળાનાથ ના...

પાળીયાદ પ.પુ.શ્રી વિસામણબાપુ ની જગ્યા મા અમાસનાં પ. પૂ. શ્રી વિહળાનાથ ના દર્શન

પાળીયાદ પ.પુ.શ્રી વિસામણબાપુ ની જગ્યા મા અમાસનાં પ. પૂ. શ્રી વિહળાનાથ ના દર્શન તેમજ પ્રસાદ નુ ખુબ મહત્વ છે.

તા.15/09/2023 ને શુક્રવાર ના રોજ અમાસ છે ત્યારે પાળીયાદ પ.પુ.શ્રી વિસામણબાપુ ની જગ્યા મા અમાસનાં પ. પૂ. શ્રી વિહળાનાથ ના દર્શન તેમજ પ્રસાદ નુ ખુબ મહત્વ છે.
વિહળધામ પાળીયાદ પરમ પુજ્ય શ્રી વિસામણબાપુ ની દેહાણ પરંપરાની જગ્યા કે જ્યાં 227 વર્ષ થી ધર્મ ના ત્રણ ધજાગરા સદાવ્રત ભજન , ભોજન અને ભક્તિ ના ઉભા છે જ્યાં રોટલો ને ઓટલો દિવસ ને રાત ચોવીસ કલાક મળી રહે છે.
પુજ્ય વિસામણબાપુ દ્વારા વર્ષો પહેલા ધી ગોળ ને ચોખા નો પ્રસાદ નો સદાવ્રત શરૂ કરેલ તે અવિરત સેવાગંગા આજે પણ શરૂ છે અને ખૂબ શ્રધ્ધાળુ , યાત્રિકો અને દિનદુખીયા અહીં પ્રસાદ નો રોજ લાભ લે છે.
પુજ્ય ઉનડબાપુ એ ભાવિકો ને અમાસ ના દિવસે અમાસ ભરવી અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને પ. પૂ. શ્રી વિહળાનાથ ના દર્શન તેમજ અમાસ ના દિવસે ધજા ચડાવવી એવી પરંપરા શરૂ કરેલ જે આજ દિવસ સુધી શરૂ છે.
જે કોઈ સેવક ની ધજા અને રસોઈ લખાવેલ હોય એમને દર અમાસે વારા પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજા નો લાભ મળે છે અમાસ ના દિવસે ધજા અને રસોઈ ના યજમાન પરીવાર ને પ્રથમ બ્રાહ્મણો દ્વારા ધજા નુ પૂજન કરાવવામા આવે છે ત્યાર બાદ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ધજા ને પરીવાર ના લોકો માથે ચડાવી ધજાગરા પાસે આવે છે અને ત્યાં પાળીયાદ જગ્યાના મહંત ગાદીપત્તી ધજા ને વધાવે છે અને નમન કરી માથે ચડાવે પછી ધજા ચડાવવામા આવે છે આ કાર્યકાળ દર અમાસ ના દિવસે હોય છે અને પાળીયાદ ના શ્રધ્ધાળુ ભાવિકો દર અમાસ ભરવા અને દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામા અને દૂર દૂર થી આવે છે આ સંખ્યા આજની તારીખે ભાવિકો ની વધતી વધતી એક લાખ થી વધી ગઈ છે.
અમાસ ના દિવસે પાળીયાદ મા એક મેળા જેવો માહોલ હોય છે
લોકો આવે છે પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને પ. પૂ. શ્રી વિહળાનાથ ની સમાધિ સ્થાન દેવળે માથુ નમાવી માનતા કે પ્રાર્થના કરે છે ને આશીર્વાદ મેળવે છે ને પાળીયાદ ના ઠાકર ને રોકડીયો ઠાકર કહેવામા આવે છે મન ની ઈચ્છા જલ્દી પુરી કરે છે.
શ્રધ્ધાળુ ત્યાં વંશ પરંપરાગત ના ઠાકર અને મહંત ની સમાધિ સ્થાન દેરીએ માથુ નમાવી દર્શન પ્રાર્થના અને આશીર્વાદ મેળવે છે અને વર્તમાન મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુ ના ચરણ સ્પર્સ કરી અને બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ ના દર્શન કરી અને જગ્યા ના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિ ના કાયમી સદસ્ય પુજ્ય શ્રી ભયલુબાપુ ના દર્શન કરી ને વિસામણબાપુ ના જન્મ સ્થળ ઓરડા ના દર્શન અને પરચા પૂરતો પાણી નો અવેડો જેનુ ચરણામૃત લઈ ને અહી ની ગૌસેવા માટે બનાવેલ શ્રી બણકલ ગૌશાળા કે જ્યાં 750 થી વધુ ગાયો છે એની મુલાકાત લે છે ને ગૌમાતા ને સ્પર્શકરી ને વહાલ કરી ને ગૌરજ માથે ચડાવે છે , અશ્વશાળા ની મુલાકાત લે છે ને જૂની વિન્ટેજ કાર નુ કલેકશન લોકોને નિહાળવા માટે જગ્યા દ્વારા કાચ ના સોકેસ બનાવી કરેલ છે જે ખૂબ આકર્ષણ નું કેન્દ્ર અને ફોટોગ્રાફી કરે છે ત્યારબાદ ભોજન પ્રસાદ આરોગે છે અને ખૂબ ધન્યતા દિવ્યતા અનુભવે છે અને પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે…
પગપાળા દર્શને પણ ખૂબ લોકો આવે છે જે અમાસ ની આગળ ના દિવસે રાત્રી ના સમયે આ ભાવિકો આવી જાય છે ને ઉતારો કરે છે આવી રીતે અમાસ નો આખો દિવસ પાળીયાદ મા શ્રધ્ધાળુ ની ખૂબ ભીડ અને ઉત્સાહ અને ઉમંગ સાથે પસાર થાય છે.
પુજ્ય વિસામણબાપુ ની જગ્યા મા ખૂબ શ્રધ્ધાળુ ને આવકારો ને પ્રેમભાવ જગ્યા ના મહંત શ્રી અને સંચાલકશ્રી અને સેવક સમુદાય દ્વારા આપવામા આવે છે.
રણુજા ના રાજા અને બારબીજ ના ધણી રામદેવપીર ના અવતાર પુજ્ય વિસામણબાપુ ને માનવામા આવે છે અને એના પુરાવા પણ છે અને હજારો પરચા પણ પુરેલા છે
જેમને પાળીયાદ ના ઠાકર ની ઉપમા પણ છે અને રામદેવપીર ના વરદાન પ્રમાણે પેઢીએ પીર અને સવાયા પીર થશે એ પણ વચન નુ સત્ય સમયે સમયે નજરે જોય શકાય છે.

આજની રશોઇ ના દાતા શ્રી મનસુખભાઈ નરસિંહભાઈ તુરખિયા પરિવાર, શ્રી ઉર્મિલાબેન ધનજીભાઈ મિતલિયા,શ્રી ભાવનાબેન દલસુખભાઈ મોજીદ્રા અને શ્રી જયંતિભાઈ નરસિંહભાઈ મેઘાણી પરિવાર તરફ થી આપવામાં આવી હતી
અહેવાલ કનુભાઈ ખાચર

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments