બોટાદ માં વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ તેમજ જન્માષ્ટમી ની ભવ્ય શોભાયાત્રા
વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ તેમજ (38)જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા સમરસતાના ભાવ… સાથે આજરોજ સવારે 9:00 કલાકે મસ્તરામ મંદિરથી પ્રસ્થાન થયેલ. જેમાં સંતો મહંતો આર્મી ના જવાનો તેમજ રાજકીય અગ્રણીશ્રી ઘનશ્યામભાઈ વિરાણી જિલ્લા પંચાયત પ્રમુખ બોટાદ તેમજ માજી ધારાસભ્ય ટી.ડી માણીયાસાહેબ તેમજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ બોટાદ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા તેમજ હિન્દુ સમાજમાં આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં હાથી, ઊંટ, ઘોડા, જીપ, અખાડા,નાશિક ઢોલ,તેમજ વિવિધ (35) ફ્લોટો તૈયાર કરવામાં આવેલ હતા. તેમજ મુખ્ય માર્ગો ઉપર સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, શરબત, દૂધ કોલ્ડ્રિંક્સ, ફ્રુટ વગેરે સ્ટોલ હિન્દુ સમાજની સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવા બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર