પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે નવનિર્માણ થતું નક્ષત્ર વન ખાતે રાશિ અને નક્ષત્ર પ્રમાણે વિધિવિધાન થી આંબો દેવવૃક્ષ નું રોપણ આજ રોજ ‘કાતર દરબાર અને કાઠી ક્ષત્રિય સમાજ ના વડીલ અગ્રણી શ્રી દાદબાપુ વરુ તેમજ સહ પરીવાર ના હસ્તે વાવવામાં આવેલ…’
આ નક્ષત્ર વન માં જે કોઈ સેવક નો જન્મ તારીખ જન્મ સમય અને જન્મ ના સ્થળ પ્રમાણે મુરત તારીખ અને એના નક્ષત્ર મુજબ વૃક્ષ રોપણ કરાવવામાં આવે છે તેમજ તમામ યજમાનો ને બ્રાહ્મણ દ્વારા મંત્રો અને વિધિવિધાન સાથે વૃક્ષારોપણ કરાવવવામાં આવે છે તેમજ આ તકે યજમાનો ને આશીર્વાદ આપવા જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ હાજર રહે છે અને એમના હસ્તે સર્ટીફિકેટ પણ આપવામાં આવે છે…
અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક ના ડાયરેક્ટર છે દાદબાપુ વરુ તેમજ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ ના પિતાશ્રી અને જગ્યા ના ભાવિ ગાદીપતિ બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ ના દાદા પણ થાય છે તેમજ કાતર દરબારુ નો પ્રજાલક્ષી ખુબ ઉજળો ઇતિહાસ પણ રહેલો છે એમણે પ્રજા તુલ્ય ઘણા સતકાર્ય જમીન દાન મંદિર નિર્માણ અવેડા બનાવેલ એના સંચાલન માટે જમીન પણ આપેલ તેમજ વિનોબા ભાવે ના કહેવાથી પણ જમીન કાઢી આપેલ તેમજ કવિ દુલા ભાયા કાગ નો પણ ખુબ આવરો જાવરો કાતર ગઢ માં હતો તેમજ વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારીબાપુ અને સાધુ સંતો તેમજ આઈ માં સોનલ પણ ખુબ ત્યાં પધારતા અને રોકાતા હતા અને એમના સેવક પરીવાર છે આવા ખુબ ઉજળા ઇતિહાસ થી આ રાજવી પરીવાર થી સહુ કોઈ પરિચિત છે તેમજ ખુબ સામાજિક અને રાજકીય વર્ચસ્વ ધરાવે છે…
શ્રી દાદબાપુ વરુ અને એમના પરીવાર ના હસ્તે નક્ષત્ર વન માં જે આંબો દેવવૃક્ષ નું રોપણ કરવામાં આવેલ જેની કાયમી યાદી એમના માટે રહેશે એ બદલ એમણે ખુબ રાજીપો વ્યક્ત કરેલ હતો.
અહેવાલ કનુભાઈ ખાચર