પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે મોજીદ્રા પરિવાર દ્વારા હનુમાનજી મહારાજ નો મણિંદો કરવામાં આવ્યો
સૌરાષ્ટની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે તારીખ ૩૦/૦૮/૨૦૨૩ ને બુધવાર *રક્ષાબંધન* ને દિવસ મોજીદ્રા પરિવાર દ્વારા હનુમાનજી મહારાજ નો મણિંદો કરવામાં આવેલ.
વર્ષો ની પરંપરા મુજબ આ મોજીદ્રા પરીવાર દ્વારા દાદા નો મણિદો જેમ કરવામાં આવે છે એ મુજબ આ વર્ષે પણ સમસ્ત મોજીદ્રા પરિવાર દ્વારા હનુમાનજી દાદા નો મણિંદો કરવામાં આવ્યો.
જગ્યા ના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી મોટા ઉનડબાપુ ના સમય થી આ પરિવાર દ્વારા રક્ષાબંધન ના પાવન દિવસે આ મણિંદો કરવાનું શરુ કરેલ હતું કહેવાય છે કે આ મોજીદ્રા પરિવાર માં શેરમાટી ની ખોટ એટલે કે એમને સંતાન ના હતું એટલે એમણે મનોમન એવો સંકલ્પ કર્યો કે અમારા ઘરે પારણું બંધાશે એટલા ધર્મસ્થંભો જગ્યા ના પરિસર માં ઉભા કરીશું એવા માં ઠાકર ની કૃપા અને આશીર્વાદ થી મોજીદ્રા પરિવાર ના ઘરે દીકરા નો જન્મ થયો સમય જતા બીજા અને ત્રીજા એમ ત્રણ દીકરા નો જન્મ થતાં ત્રણ ધર્મસ્થંભ જગ્યા ના પરિસર માં ઉભા કર્યા ત્યારબાદ પૂજ્ય મોટા ઉનડબાપુ ના આશીર્વાદ અને બાપુ ના વચન થી ધર્મસ્તંભ ની જગ્યા એ રક્ષાબંધન ના પવિત્ર દિવસે મણીંદો કરવાનું આ પરિવારે શરુ કર્યું ત્યારબાદ દર વર્ષે રક્ષાબંધન ના દિવસે જગ્યા માં સહ મોજીદ્રા પરિવાર આવી ઠાકર વિહળાનાથ ની અપાર શ્રદ્ધા રાખી જગ્યા ના પ્રતીક રૂપ ધર્મ ના ધજાગરે ધજા ચડાવી અને જગ્યાના જ પરિસર માં આવેલ શ્વયંભુ પ્રગટ હનુમાનજી મહારાજ ને મણિંદા નો પ્રસાદ ધરાવી ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના અને હનુમાનજી દાદા ના દર્શન કર્યા બાદ પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા,પૂજ્ય શ્રી ભયલુબાપુ,પૂજ્ય શ્રી ગાયત્રીબા,પૂજ્ય શ્રી દિયાબા તેમજ પૂજ્ય શ્રી પૃથ્વીરાજબાપુ ના આશીર્વાદ લઇ સૌ ખુબ જ ઉત્સાહ અને રાજીપા થી આ પ્રસંગ ની ભવ્ય ઊજવણી કરે છે
અહેવાલ કનુભાઈ ખાચર